ગીતશાસ્ત્ર
પ્રકરણ 70
હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા, મને સહાય કરવાં દોડી આવો.
2 જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.
3 જેઓ મારી મશ્કરી કરે છે, તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
4 જેઓ તમારું મુખ શોધે છે, તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો; જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
5 પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.