લૂક
પ્રકરણ 23
પછી આખો સમૂહ ઊભો થયો અને પિલાત પાસે ઈસુને લઈ ગયો. તેઓ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવા લાગ્યા.
2 તેઓએ પિલાતને કહ્યું કે, “અમારા લોકોના વિચારોને બદલવાના પ્રયત્ન કરતા આ માણસને અમે પકડ્યો છે. કૈસરને કરવેરા આપવાનો તેણે વિરોધ કર્યો. તે એક ખ્રિસ્ત રાજા હોવાનો દાવો કરે છે.”
3 પિલાતે ઈસુને પૂછયું કે, “શું તું યહૂદિઓનો રાજા છે?”ઈસુએ ઉત્તર આપ્યો, “હા, તે સાચું છે.”
4 પિલાતે મુખ્ય યાજકો તથા લોકોને કહ્યું કે, “મને આ માણસમાં કંઈ ખોટું દેખાતું નથી.”
5 તેઓએ ફરીફરીને કહ્યું કે, “પણ તે લોકોને ઉશ્કેરે છે! તે યહૂદિયાની આજુબાજુ બોધ આપે છે. તેણે ગાલીલમાં શરૂ કર્યો અને હવે તે અહીં છે!”
6 પિલાતે આ સાંભળ્યું અને પૂછયું કે, શું ઈસુ ગાલીલનો હતો?
7 પિલાતે જાણ્યું કે ઈસુ હેરોદના તાબામાં છે. તે વખતે હેરોદ યરૂશાલેમમાં હતો. તેથી પિલાતે ઈસુને તેની પાસે મોકલ્યો.
8 જ્યારે હેરોદે ઈસુને જોયો ત્યારે તે ઘણો ખુશ થયો. હેરોદે ઈસુ વિષે ઘણી બાબતો સાંભળી હતી. તેથી લાંબા સમયથી તે ઈસુને મળવા ઈચ્છતો હતો. હેરોદ કોઈ ચમત્કાર જોવા માંગતો હતો. તેથી તેણે આશા રાખી કે ઈસુ કંઈ ચમત્કાર કરશે.
9 હેરોદે ઈસુને ઘણા પ્રશ્રો પૂછયા, પણ ઈસુએ કંઈ કહ્યું નહિ.
10 મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓ ત્યાં ઊભા હતા. તેઓએ ઈસુની વિરૂદ્ધ તહોમત મૂકવાનું ચાલું રાખ્યું.
11 પછી હેરોદ અને તેના સૈનિકો ઈસુને હસતા હતા. તેઓએ ઈસુને રાજાઓના જેવાં કપડાં પહેરાવી તેની મશ્કરી ઉડાવી. પછી હેરોદે ઈસુને પાછો પિલાત પાસે મોકલ્યો.
12 ભૂતકાળમાં પિલાત અને હેરોદ હંમેશા દુશ્મનો હતા પણ તે દિવસે હેરોદ અને પિલાત મિત્રો બન્યા.
13 પિલાતે મુખ્ય યાજકો, યહૂદિ અધિકારીઓ અને બધા લોકોને ભેગા કર્યા અને સાથે બોલાવ્યા.
14 પિલાતે તેઓને કહ્યું કે, “આ માણસને તમે મારી પાસે લાવ્યા છો. તમે કહ્યું કે તે લોકોનું પરિવર્તન કરે છે. પણ મેં તમારી સમક્ષ તેની પરીક્ષા કરી, મને તેણે કંઈ ખોટું કર્યુ હોય એવું દેખાયું નહિ.
15 હેરોદને પણ કંઈ ખોટું જણાયું નથી. તેઓ આક્ષેપ મૂકે છે તેમાનું તેણે કશું જ કર્યુ નથી. પણ તેનામાં કંઈ ખોટું દેખાયું નથી. હેરોદે ઈસુને આપણી પાસે પાછો મોકલ્યો છે તેથી તેને મારી નાખવો જોઈએ નહિ.
16 તેથી હું તેને થોડી શિક્ષા કર્યા પછી, તેને જવા માટે મુક્ત કરીશ.”
17 હવે દર વર્ષે પાસ્ખાપર્વને દિવસે લોકોને માટે પિલાતે એક કેદીને છોડી દેવો પડતો હતો.
18 પણ બધા લોકોએ બૂમો પાડી, “તેને મારી નાખો! બરબ્બાસને મુક્ત કરો!”
19 (બરબ્બાસ શહેરમાં હુલ્લડ શરું કરવા બદલ બંદીખાનામાં હતો. તેણે કેટલાક માણસોની હત્યા પણ કરી હતી.)
20 પિલાત ઈસુને મુક્ત કરવા ઈચ્છતો હતો. તેથી પિલાતે તેને ફરીથી કહ્યું કે તે ઈસુને છોડી મૂકશે.
21 પણ તેઓએ વારંવાર બૂમો પાડી, “તેને મારી નાખો!” “વધસ્તંભ પર મારી નાખો!”
22 ત્રીજી વખત પિલાતે લોકોને કહ્યું કે, “શા માટે? તેણે શું ખોટું કર્યુ છે? તે દોષિત નથી. તેને મારી નાખવાનું કોઈ કારણ મને દેખાતું નથી. તેથી હું તેને થોડીક સજા કરીને પછી છોડી દઇશ.”
23 લોકોએ બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. તેઓએ માંગણી કરી કે ઈસુને વધસ્તંભે જડાવીને મારી નાખો. તેમની બૂમો એટલી મોટી થઈ કે
24 પિલાતે તેઓના માંગ્યા પ્રમાણે તેઓને આપવાનો નિર્ણય કર્યો.
25 લોકો બરબ્બાસને મુક્ત કરાવવા ઈચ્છતા હતા. બરબ્બાસ હુલ્લડ શરું કરાવવા બદલ તથા લોકોની હત્યા માટે બંદીખાનામાં હતો. પિલાતે બરબ્બાસને છોડી મૂક્યો. અને પિલાતે ઈસુને મારી નાખવા માટે લોકોને સોંપ્યો. લોકોને તો આ જ જોઈતું હતું.
26 ઈસુને મારી નાખવા સૈનિકો દૂર લઈ જતા હતા. તે જ સમયે સીમમાંથી એક માણસ શહેરમાં આવતો હતો. તેનું નામ સિમોન હતું. સિમોન, કુરેની શહેરનો હતો. સૈનિકોએ સિમોનને ઈસુનો વધસ્તંભ તેની ખાંધે ચઢાવીને ઈસુની પાછળ ચાલવા ફરજ પાડી.
27 ઘણા બધા લોકો ઈસુની પાછળ ચાલ્યા. તેમાંની ઘણી સ્ત્રીઓ હતી.
28 પરંતુ ઈસુએ તેમના તરફ ફરીને કહ્યું કે, “યરૂશાલેમની સ્ત્રીઓ, મારા માટે રડશો નહિ. તમારી જાત માટે અને તમારા બાળકો માટે રડો!
29 સમય એવો આવે છે કે જ્યારે લોકો કહેશે કે, એ સ્ત્રીઓને ધન્ય છે જેઓને બાળકો થઈ શકતા નથી. તે સ્ત્રીઓને ધન્ય છે કે જેઓએ બાળકોને જન્મ આપ્યો નથી. અને જેઓએ બાળકોને ધવડાવ્યું નથી.’
30 પછી લોકો પહાડોને કહેશે કે, ‘અમારા પર પડો!’ લોકો ટેકરીઓને કહેશે કે, ‘અમને ઢાંકી નાખો!’
31 જો હમણા જ્યારે જીવન સારૂં છે ત્યારે લોકો આ રીતે વર્તશે. પણ જ્યારે ખરાબ સમય આવશે ત્યાંરે શું થશે? કેમ કે જો તેઓ લીલા ઝાડને આમ કરે છે તો સૂકાને શું નહિ કરશે?”
32 ત્યાં બીજા બે ગુનેગારો પણ હતા તેઓને મારી નાખવા માટે તેઓ ઈસુની સાથે દોરી જતા હતા.
33 ઈસુ અને તે બે ગુનેગારોને ‘ખોપરી’ નામની જગ્યાએ લઈ ગયા. ત્યાં સૈનિકોએ ઈસુને ખીલા ઠોકીને વધસ્તંભે જડ્યો. તેઓએ એક ગુનેગારને ઈસુની જમણી બાજુએ વધસ્તંભે જડ્યો. તેઓએ બીજા ગુનેગારને ઈસુની ડાબી બાજુએ વધસ્તંભે જડ્યો.
34 ઈસુએ કહ્યું કે, “હે બાપ, આ લોકોને માફ કર. જેઓ મારી હત્યા કરી રહ્યા છે. તેઓ શું કરી રહ્યા છે તે તેઓ જાણતા નથી.સૈનિકોએ પાસા ફેંકીને જુગાર રમ્યો અને નક્કી કર્યુ કે ઈસુના લૂગડાં કોણ લેશે.
35 લોકો ત્યાં ઊભા રહીને ઈસુને જોતા હતા. યહૂદિ અધિકારીઓ ઈસુની મશ્કરી કરતાં હતા. તેઓએ કહ્યું કે, “જો તે દેવનો એક પસંદ કરાયેલ ખ્રિસ્ત હોય તો તેને તેનો બચાવ તેની જાતે કરવા દો. તેણે બીજા લોકોને બચાવ્યા છે. શું તેણે નથી બચાવ્યા?”
36 સૈનિકોએ પણ ઈસુની ઠઠ્ઠા મશ્કરી કરી. તેઓ ઈસુ પાસે આવ્યા અને તેને થોડો સરકો આપ્યો.
37 સૈનિકોએ કહ્યું કે, “જો તું યહૂદિઓનો રાજા હોય તો તું તારી જાતને બચાવ!”
38 (વધસ્તંભની ટોચ પર આ શબ્દો લખેલા હતા: “આ યહૂદિઓનો રાજા છે.”
39 ગુનેગારોમાંનો એક જેને ત્યા ફાંસીએ લટકાવ્યો હતો તેણે ઈસુનું અપમાન કરીને બૂમો પાડવાનું શરું કર્યુ, “શું તું ખ્રિસ્ત નથી? તો તારી જાતને બચાવ! અને અમને પણ બચાવ!”
40 પરંતુ બીજા ગુનેગારે તેને અટકાવ્યો. તેણે કહ્યું કે, “તારે દેવથી ડરવું જોઈએ! આપણે બધાજલ્દીથી મરી જઇશું!
41 તારા અને મારા માટે મૃત્યુ ન્યાયી રીતે આવી રહ્યું છે કારણ કે આપણને જે કંઈ મળ્યું છે તે આપણા કુકર્મો માટે યોગ્ય છે. આ માણસે તો કશું જ ખોટું કર્યુ નથી.”
42 પછી આ ગુનેગારે ઈસુને કહ્યું કે, “ઈસુ, જ્યારે તું રાજા તરીકે શાસન શરું કરે ત્યારે મને સંભારજે!”
43 પછી ઈસુએ તેને કહ્યું કે, “ધ્યાનથી સાંભળ, હું જે કહું છું તે સાચું છે. આજે તું મારી સાથે પારાદૈસમાંહોઇશ!”
44 તે લગભગ બપોર હતી, પરંતુ સમગ્ર વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યા સુધી અંધકાર છવાયો હતો.
45 ત્યાં સૂરજ ન હતો. મંદિરમાંનો પડદો બે ભાગમાં ફાટી ગયો.
46 ઈસુએ જોરથી ઊચા અવાજે પોકાર કર્યો કે, “ઓ બાપ, હું મારો આત્મા તારા હાથમાં સોંપું છું.? ઈસુએ એમ કહ્યું, પછી તે મૃત્યુ પામ્યો.
47 લશ્કરના અધિકારીએ ત્યાં જે કંઈ થયું તે જોયું. તેણે દેવની સ્તુતિ કરીને કહ્યું કે, “હું જાણું છું આ માણસ ખરેખર ન્યાયી હતો!”
48 ઘણા લોકો આ જોવા માટે શહેરની બહાર આવ્યા. જ્યારે લોકોએ તે જોયું, તેઓ
49 ઈસુના નજીકના મિત્રો ત્યાં હતા. ત્યાં કેટલીએક સ્ત્રીઓ ગાલીલમાંથી ઈસુની પાછળ આવી હતા તે પણ ત્યાં હતી. તેઓ વધસ્તંભથી ઘણે દૂર ઊભા રહીને આ જોતી હતી.
50
51 યહૂદિઓના શહેર અરિમથાઇનો એક માણસ ત્યાં હતો. તેનું નામ યૂસફ હતું. તે એક સારો, અને ધર્મિક માણસ હતો. તે દેવના રાજ્યની આવવાની રાહ જોતો હતો. તે યહૂદિઓની ન્યાયસભાનો સભ્ય હતો. જ્યારે બીજા યહૂદિઓના આગેવાનોએ ઈસુને મારી નાખવાનો નિર્ણય કર્યા ત્યારે તે સંમત થયો નહોતો.
52 યૂસફે પિલાત પાસે જઇને ઈસુનો દેહ માંગ્યો. પિલાતે યૂસફને શબ લેવાની હા પાડી.
53 તેથી યૂસફે વધસ્તંભ પરથી દેહ નીચે લાવીને લૂગડાંમાં વીંટાળ્યું. પછી તેણે ઈસુનું દેહ ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું. આ અગાઉ આ કબર કદી ઉપયોગમાં લેવાઇ ન હતી.
54 તે દિવસ સિદ્ધિકરણનો હતો. જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે, વિશ્રામવાર શરૂ થયો હતો.
55 જે સ્ત્રીઓ ગાલીલથી ઈસુની સાથે આવી હતી તે યૂસફ પાસે ગઇ. તેઓએ કબર જોઈ. તેઓએ જ્યાં ઈસુનો દેહ મૂકવામાં આવ્યો હતો તે પણ જોયું.
56 પછી તે સ્ત્રીઓ ઈસુના દેહ પર મસાલા તથા સુગંધિત દ્ધવ્યો મૂકવા માટેની તૈયારી કરવા પાછી આવી.વિશ્રામવારે તેઓએ વિશ્રામ લીધો. મૂસાના નિયમ પ્રમાણે બધાજ લોકોએ આ કર્યુ.