2 શમએલ
પ્રકરણ 3
શાઉલ અને દાઉદના કુળ વચ્ચે લાંબો સમય યુદ્ધ ચાલ્યું. દાઉદ વધુ અને વધુ બળવાન થતો ગયો, જયારે શાઉલનું કુળ નબળામાં નબળું થતું ગયું.
2 હેબ્રોનમાં દાઉદને ત્યાં છ પુત્રોનો જન્મ થયો. તેનો જયેષ્ઠ પુત્ર આમ્નોન હતો. દાઉદની પત્ની આહીનોઆમ જે યિઝએલની હતી તેને જન્મ આપ્યો હતો.
3 બીજો પુત્ર કિલઆબ હતો, જેની માંતા કામેર્લના નાબાલની વિધવા અબીગાઈલ હતી. ત્રીજો પુત્ર આબ્શાલોમ હતો. તેની માંતા ગશૂરના રાજા તાલ્માંયની પુત્રી માંઅખાહ હતી.
4 ચોથો પુત્ર અદોનિયા હતો જેની માંતા હાગ્ગીથ હતી અને પાંચમાં પુત્ર શફાટયાંની માં અબીટાલ હતી.
5 છઠ્ઠા પુત્ર યિર્થઆમની માંતા દાઉદની પત્ની એગ્લાહ હતી. આ બધા દાઉદને ત્યાં હેબ્રોનમાં જન્મ્યાં હતાં.
6 આબ્નેર શાઉલની સેનામાં વધારે બળવાન થતો ગયો, જ્યારે શાઉલ અને દાઉદ એકબીજા સાથે લડતાં રહ્યાં.
7 શાઉલની, રિસ્પાહ નામની રખાત હતી જે એયાહની પુત્રી હતી ઇશબોશેથે આબ્નેરને પૂછયું, “તું માંરા પિતાની રખાત સાથે કેમ સૂતો હતો?”
8 આ સાંભળીને આબ્નેર બોલ્યો, “શું હું યહૂદાના કૂતરાનું માંથુ છું?‘ આજપર્યંત હું તારા પિતા શાઉલના કુટુંબને, તેના ભાઈઓને, મિત્રોને અને બીજાઓને વફાદાર રહ્યો છું. અને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી; અને છતાં હવે તું આ સ્ત્રી માંટે થઇને માંરા ઉપર ગુસ્સે થાય છે.
9 યહોવાએ પ્રતિજ્ઞા લઈને દાઉદના હક્કમાં જે કરવા વચન આપ્યું છે તે જો હું પૂર્ણ ન કરું તો દેવ મને ભારે શિક્ષા કરો.
10 શાઉલના હાથમાંથી રાજ્ય લઈને દાનથી બેરશેબા સુધી ઇસ્રાએલ અને યહૂદાના રાજા તરીકે દાઉદ સાથે હું રાજય સ્થાપીશ.”
11 ઈશબોશેથ એક અક્ષર પણ બોલી ન શકયો. કારણ, તે આબ્નેરથી ખૂબ ગભરાતો હતો.
12 પછી આબ્નેરે સંદેશવાહકને દાઉદ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું. “આ ધરતી કોની છે? માંરી સાથે કરાર કર, તો હું સર્વ ઇસ્રાએલીઓને તારી સત્તા હેઠળ લાવવામાં મદદરૂપ થઈશ.”
13 દાઉદે કહ્યું, “એમ કરવામાં મને કોઇ સમસ્યા નથી. હું તારી સાથે કરાર કરીશ, પણ એક શરતે કે, તું જ્યારે મને મળવા આવે ત્યારે તારે માંરી પત્ની શાઉલની પુત્રી મીખાલ તારી સાથે આવે.”
14 પછી દાઉદે તેના સંદેશવાહકો માંરફત ઇશબોશેથ પર આ સંદેશો મોકલ્યો, “મને માંરી પત્ની મીખાલ પાછી સોંપી દે. સો પલિસ્તીઓને માંરીને હું તેને પરણ્યો હતો.”
15 તેથી ઈશબોશેથ મીખાલને તેના પતિ લાઈશના પુત્ર પાલ્ટીએલ પાસેથી લાવવા મોકલ્યા.
16 પાલ્ટીએલ બાહુરીમ સુધી તેની પાછળ રડતો રડતો આવ્યો, પણ આબ્નેરે તેને કહ્યું, “ઘેર પાછો જા.” એટલે તે પાછો ગયો.
17 તે સમય દરમ્યાન આબ્નેરે ઇસ્રાએલના આગેવાનો સાથે વાટાઘાટ કરી હતી. “તમેે કયારના દાઉદ તમાંરો રાજા થાય તેમ ઈચ્છતા આવ્યા છો.
18 તેથી અત્યારે તે કરવા માંટે ખરો સમય છે, કારણ કે, યહોવાએ દાઉદની વિષે કહેલું, કે, ‘માંરા સેવક દાઉદ દ્વારા હું સર્વ ઇસ્રાએલીઓને પલિસ્તીઓ અને તેમના બધા દુશ્મનોના હાથમાંથી છોડાવીશ.”‘
19 આબ્નેરે આ બધું દાઉદને અને બિન્યામીનના કુળસમૂહના લોકોને હેબ્રોનમાં કહ્યું. તેણે જે કંઇ કહ્યું તે ઇસ્રાએલીઓએ અને બિન્યામીનીઓએ માંન્ય રાખ્યું.
20 આબ્નેર વીસ માંણસો સાથે હેબ્રોન ગયો અને દાઉદે તે બધાને આવકાર આપ્યો અને તેઓ માંટે જમણ કર્યુ.
21 પછી આબ્નેરે દાઉદ ને કહ્યું: “મને તુરંત જવા દો અને બધા ઇસ્રાએલીઓને તમાંરી પાસે લાવવા દો, જેથી માંરા ધણી, માંરા રાજા તમાંરી સાથે કરાર કરે અને તમાંરી ઇચ્છા પ્રમાંણે તમે સમગ્ર ઇસ્રાએલ પર રાજ કરશો.” ત્યાર બાદ દાઉદે આબ્નેરને જવા દીધો અને પોતે શાંતિથી ગયો.
22 તે સમય દરમ્યાન યોઆબ દાઉદના સૈન્ય સાથે પાછો ફર્યો, તેઓએ કોઈ સ્થળે છાપો માંરીને પુષ્કળ લૂંટ કરી હતી. તે વખતે આબ્નેર હેબ્રોનમાં દાઉદ પાસે ન હતો. કારણ કે, દાઉદે તેને સુરક્ષાની ખાતરી સાથે વિદાય કર્યો હતો.
23 જયારે યોઆબ પોતાની સાથેના માંણસો સાથે આવી પહોંચ્યો ત્યારે તેને જણાવવામાં આવ્યું કે, “આબ્નેર રાજા પાસે આવ્યો હતો, છતાં તમે તેને સુરક્ષાની ખાતરી સાથે પાછો વિદાય કર્યો છે.”
24 આથી યોઆબે રાજાની પાસે જઈને કહ્યું, “તમે આ શું કર્યુ! આબ્નેર તમાંરી પાસે આવ્યો હતો છતાં તમે તેને સુરક્ષા સાથે પાછો વિદાય શા માંટે કર્યો? તમે આબ્નેરને નથી ઓળખતાં?
25 તમે નેરના પુત્ર આબ્નેરને જાણો છો! એ તમને છેતરવા અને તમાંરી બધી હિલચાલની જાસૂસી કરવા આવ્યો છે.”
26 દાઉદ પાસેથી પાછા આવીને, યોઆબે આબ્નેરને સંદેશવાહક મોકલ્યો. સીરાહના કૂવા પાસે તેઓ તેને મળ્યા અને ત્યાંથી પાછો લઈ આવ્યાં. પણ દાઉદને એની કશી ખબર નહોતી.
27 આબ્નેર હેબ્રોન પહોંચ્યો અને જ્યારે તે નગરના દરવાજા પાસે પહોચ્યો, તે વખતે યોઆબ તેની સાથે જાણે ખાનગીમાં વાત કરવાનો દેખાવ કરીને તેને એક બાજુ લઈ ગયો અને તેનો છરો કાઢયો અને પેટમાં ભોંકી તેને માંરી નાંખ્યો. યોઆબે તેને માંર્યો કારણકે આબ્નેરે તેના ભાઇ અસાહેલને માંરી નાખ્યો હતો.
28 દાઉદ આ સમાંચાર સાંભળીને બોલી ઊઠયો. “નેરના પુત્ર આબ્નેરના ખૂન વિષે હું તથા માંરું રાજય નિદોર્ષ છીએ; યહોવા આ જાણે છે.
29 તે માંટે યોઆબ અને તેનું કુટુંબ દોષિત છે, જે માંટે તેનાં સંતાનોને ઘાતકી રોગ થશે. અથવા રકતપિત્તના ભોગ બનશે અથવા અપંગ થશે અથવા ભૂખમરાથી મૃત્યુ પામશે કે પછી તરવારના ઘાથી મૃત્યુ પામશે!”
30 આમ, યોઆબ અને તેના ભાઈ અબીશાયે આબ્નેરને માંરી નાખ્યો, કારણ, તેણે ગિબયોનના યુદ્ધમાં તેમના ભાઈ અસાહેલને માંરી નાખ્યો હતો.
31 પછી દાઉદે યોઆબ તથા તેની સાથેના સૌ કોઈને કહ્યું, “આબ્નેરને માંટે શોકમાં તમાંરાં કપડાં ફાડી નાખો, શરીર પર કંતાન વીંટાળો અને ઘણું આક્રંદ કરો.”
32 દાઉદ પોતે જનાજાની પાછળ જયાં આબ્નેરને હેબ્રોનમાં દફનાવવામાં આવ્યો ત્યાં ગયો, અને તેની કબર આગળ પોક મૂકીને રડયો, અને તેની સાથે બધા લોકોએ આક્રંદ કર્યો.
33 દાઉદે આ મરસિયો ગાયો આબ્નેરના જનાજાની આગળ;“આબ્નેર શું એક દુષ્ટ અપરાધીની જેમ મર્યો?
34 તારા હાથ બાંધવામાં આવ્યા નહોતાં, તારા પગમાં બેડીઓ નંખાઈ નહોતી; કોઈ ખૂનીને હાથે મરે તેમ તું મર્યો; દુષ્ટજનોના કપટનો તું ભોગ બન્યો.”અને આમ ફરીવાર બધા લોકોએ આક્રંદ કર્યો.
35 તે દિવસે દાઉદે કંઇજ ખાધું નહિ, લોકોએ તેમને ખાવા માંટે વિનંતી કરી પરંતુ દાઉદે એક ખાસ સમ લીધા, “જો હું સૂર્યાસ્ત પહેલા રોટલી કે કાંઇપણ ખાઉં તો દેવ મને સજા કરે અને ઘણા દુ:ખ આપે.”
36 દાઉદનું ર્વતન જોઈ લોકો ખૂબ રાજી થયા. કેમકે તેમને લાગ્યું કે દાઉદે સાચું કર્યુ હતું.
37 તે દિવસે યહૂદાના લોકો અને ઇસ્રાએલના બધા લોકો સમજી શકયા કે નેરના પુત્ર આબ્નેરના ખૂન માંટે રાજાને દોષ આપવો ન જોઇએ કારણકે તેણે આબ્નેરને માંરવા હૂકમ કર્યો ન હતો.
38 દાઉદે પોતાના માંણસોને કહ્યું, “તમે જાણો છો કે આજે ઇસ્રાએલમાં એક મહાન નેતા મૃત્યુ પામ્યો છે.
39 અને આજે હું રાજા તરીકે અભિષિકત થયો હતો. સરૂયાના આ પુત્રોએ મને ઘણી પીડા પહોચાડી છે, દેવ તેઓને લાયક સજા કરે!”