2 શમએલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24


પ્રકરણ 18

રાજા દાઉદે તેના લશ્કરની ગણતરી કરી. અને તેણે 1,000 માંણસો પર અને 100 માંણસો પરના પદવીધર અલગ અલગ નીમ્યા.
2 ત્યાર પછી તેણે સેનાને ત્રણ ભાગમાં વહેંચી નાખી, એક યોઆબના હાથ નીચે, બીજી યોઆબના ભાઈ અને સરૂયાના પુત્ર અબીશાયના હાથ નીચે અને ત્રીજી ગાથના ઇત્તાયના હાથ નીચે, પછી દાઉદે સેનાને ઉદૃેેશીને કહ્યું, “હું જાતે તમાંરી સાથે આવીશ.”
3 તેઓએ કહ્યું, “ના, તમાંરે અમાંરી સાથે આવવાનું નથી, અમે પીછે હઠ કરીને નાશી જઈએ અને અમાંરામાંથી અડધા ભાગના માંર્યા જાય તો પણ આબ્શાલોમના માંણસોને અમાંરી કાંઇ પડી નથી, તેઓ તમાંરી પાછળ પડ્યાં છે અને તમે તો અમાંરા 10,000 માંણસોની બરાબર છો! તમે અહીં નગરમાં રહી જાવ તે વધારે સારું છે. તમે નગરમાં રહીને અમને મદદ મોકલતા રહો એ જ વધારે સારું છે,
4 છેવટે રાજા દાઉદે કહ્યું, “તમને જેમ યોગ્ય લાગે તેમ હું કરીશ.”પછી તે દરવાજા પાસે ઊભો રહ્યો અને લશ્કર સો અને હજારની ટૂકડીમાં ગોઠવાઇ ગયું.
5 રાજાએ યોઆબ, અબીશાય અને ઇત્તાયને હુકમ કર્યો કે, “માંરે ખાતર તમે યુવાન આબ્શાલોમ સાથે નરમાંશથી બોલજો.” અને આખા લશ્કરે આ હુકમને સાંભળ્યો.
6 આ પ્રમાંણે દાઉદનું લશ્કર આબ્શાલોમની સેના સાથે યુદ્ધ કરવા મેદાને પડયું અને એફ્રાઈમના જંગલમાં યુદ્ધ જામ્યું.
7 દાઉદના સૈન્ય આગળ ઇસ્રાએલના સૈન્યની હાર થઈ. આબ્શાલોમના માંણસો હારી ગયા. એ હાર એવી ભંયકર હતી કે તે દિવસે 20,000 માંણસોએ પોતાના પ્રાણ ગુમાંવ્યા.
8 સમગ્ર વિસ્તારમાં યુદ્ધ ફેલાઈ ગયું પરંતુ તે દિવસે તરવારથી મરવા કરતાં જંગલમાં વધુ માંણસો મરી ગયા.
9 યુદ્ધના સમયે આબ્શાલોમનો દાઉદના કેટલાક અમલદારો સાથે ભેટો થઈ ગયો, અને તેણે ભાગવાની કોશિષ કરી. આબ્શાલોમ ગધેડા પર બેસીને જતો હતો, તે ગધેડો એક મોટા ઇમાંરતી કાષ્ઠના વૃક્ષની ઘટામાંથી પસાર થતો હતો. એવામાં આબ્શાલોમનું માંથું ડાળીઓમાં ભરાઈ ગયું. તે આકાશ અને જમીન વચ્ચે અદ્ધર લટકવા લાગ્યો અને ગધેડો આગળ ચાલી ગયો.
10 કોઈ એક માંણસની નજર તેના પર પડી. એટલે તેણે જઈને યોઆબને ખબર આપી, “મેં આબ્શાલોમને એક ઝાડે લટકતો જોયો હતો.”
11 યોઆબે કહ્યું, “ખરેખર તેં જોયો? તો પછી તેં તેને શા માંટે માંરી નાખ્યો નહિ? મેં તને દસ-ચાંદીના સિક્કા અને એક પટ્ટો આપ્યો હોત,”
12 પેલા માંણસે કહ્યું, “તમે માંરા હાથમાં 1,000 ચાંદીના સિકકા મુકો તો પણ હું રાજાના કુંવર સામે આંગળી સરખી ઊંચી ન કરું; ‘કેમકે, અમાંરા સાંભળતા રાજાએ તને, અબીશાયને તથા ઇત્તાયને એવું કહ્યું હતું કે, ખબરદાર, જુવાન આબ્શાલોમને કોઇ હાથ અડકાડે નહિ.’
13 મેં જો આબ્શાલોમને માંર્યો હોત તો રાજાને તેની ખબર પડી હોત અને તમે પોતે જ માંરી વિરુદ્ધ થઇ ગયા હોત. માંરા ઉપર આરોપ મૂકવામાં તમે પહેલા હોત.”
14 યોઆબે કહ્યું, “માંરી પાસે તારી સાથે નિરર્થક વાતોની ચર્ચા કરવાનો સમય નથી,” એમ કહીને તેણે ત્રણ ભાલા લીધા અને ઝાડે લટકતાં અને હજી જીવતા રહેલા આબ્શાલોમની છાતીમાં ભોંકી દીધા.
15 પછી યોઆબના દસ અંગરક્ષકોએ આબ્શાલોમને ઘેરી લઈ, ઘા કરીને તેને પૂરો કર્યો,
16 પછી યોઆબે યુદ્ધનું રણશિંગડું વગાડી લશ્કરને ઇસ્રાએલીના લશ્કરનો પીછો કરતા રોક્યું. તેથી તેઓ પાછા ફર્યા.
17 તેઓએ આબ્શાલોમના શબને લઈને જંગલમાં એક ખાડામાં ફેંકી દીધું. અને તેની ઉપર ઘણાં બધાં પથ્થરો મૂક્યાં, બધા ઇસ્રાએલીઓ પોતાને ઘેર જતા રહ્યા.
18 પોતાના જીવન દરમ્યાન આબ્શાલોમે રાજાઓની ખીણમાં સ્માંરક સ્તંભ ઊભો કર્યો હતો. કારણ, તેને એમ થયું હતું કે, “માંરું નામ રાખવા માંટે મને પુત્ર તો છે નહિ.” આથી તે સ્તંભને તેણે પોતાનું નામ આપ્યું હતું; અને આજે પણ તે “આબ્શાલોમના સ્માંરક” તરીકે ઓળખાય છે.
19 ત્યારબાદ સાદોકના પુત્ર અહીમાંઆસે કહ્યું, “યહોવાએ રાજાના શત્રુ આબ્શાલોમથી તેનું રક્ષણ કર્યું છે, આ શુભ સમાંચાર કહેવાને મને રાજા દાઉદ પાસે દોડતો જવા દો.”
20 યોઆબે તેને કહ્યું, “આજે તારે ખબર કહેવા જવાનું નથી, જવું હોય તો કોઈ બીજા દિવસે જજે; આજે તો નહિ જ, કારણ, રાજકુમાંરનું અવસાન થયું છે.”
21 ત્યારબાદ યોઆબે એક કૂશીને કહ્યું, “તું જા, અને તેં જે જોયું છે તે રાજાને કહેજે.”તે ગુલામ યોઆબને પ્રણામ કરીને રાજાને કહેવા દોડ્યો.
22 પણ સાદોકના પુત્ર અહીમાંઆસે યોઆબને વિનંતી કરી અને “તેને વિનંતી કરવાનું ચાલું રાખ્યું, જે થવાનું હોય તે થાય માંરે કૂશીની પાછળ જવું જ છે અને રાજાને મળવું છે.”યોઆબે પૂછયું, “તારે શા માંટે જવું જોઈએ? તને કંઈ ઇનામ નહિ મળે.”
23 અહીમાંઆસ ફરી બોલ્યો, “જે થવાનું હોય તે થાય, હું તો જવાનો જ.”યોઆબે કહ્યું, “તો જા.”આથી તે યર્દનના કાંઠાને રસ્તે દોડવા લાગ્યો અને કૂસીની આગળ નીકળી ગયો.
24 દાઉદ નગરના બે દરવાજા વચ્ચે બેઠો હતો. ચોકીદાર નગરના કોટ ઉપર ચઢી ગયો તેણે જોયું, તો જુઓ એક મૅંણસ એકલો દોડતો આવતો હતો.
25 રાજાએ કહ્યું, “જો તે મૅંણસ એકલો હોય તો ખબર લઈને આવે છે.” દોડનાર મૅંણસ નધ્કને નધ્ક આવતો જતો હતો.
26 ત્યારે ચોકીદારે જોયું કે બીજો એક મૅંણસ પણ દોડતો આવતો હતો, તેણે બૂમ પૅંડીને દરવાનને સમાંચાર આપ્યા, એટલે રાજાએ કહ્યું, “એ પણ ખબર લઈને આવે છે.”
27 ચોકીદારે કહ્યું, “પ્રથમ મૅંણસ સાદોકના પુત્ર અહીમાંઆસ જેવો લાગે છે.”રાજાએ જવાબ આપ્યો, “તે સારો મૅંણસ છે, અને સારા સમાંચાર લઈને આવે છે.”
28 અહીમાંઆસે બૂમ પૅંડીને રાજાને કહ્યું, “બધુઁ ઠીક છે,” રાજાની આગળ સાષ્ટાંગ દંડવત્ત પ્રણામ કરીને તેણે કહ્યું, “માંરા ધણી માંરા રાજા, તમાંરા દેવ યહોવાને ધન્ય હોજો, જેઓએ આપની સામે બળવો પોકારનારાઓને હરાવી દીધા છે.”
29 રાજાએ પૂછયું, “જુવાન આબ્શાલોમ સુરક્ષિત તો છે ને?”અહીમાંઆસે જવાબ આપ્યો, “યોઆબે મને મોકલ્યો ત્યારે ત્યાં ખૂબ લડાઇ અને ભાગદોડ થતી હતી, પણ પદ્ધી શું થયું એની મને ખબર નથી.”
30 રાજાએ કહ્યું, “એક બાજુ ખસીને થોડી વાર ઊભો રહે.” આથી તે ખસીને એક બાજુએ ઊભો રહ્યો.
31 પદ્ધી પેલા કૂશીએ આવીને કહ્યું, “ઓ, પ્રભુ આપને માંટે શુભ સમાંચાર છે! જે મૅંણસે આપની સામે બળવો પોકાર્યો હતો, તે આપણા દેવ યહોવાની મદદથી હારી ગયો છે.”
32 પદ્ધી રાજાએ તે કૂશીને કહ્યું “શું આબ્શાલોમ સુરક્ષિત નથી?”દોડનારે જવાબ આપ્યો, “આપના બધા દુશ્મનોના અને આપની સામે બળવો પોકારનાર એ આ મૅંણસ જેવા થાઓ.”
33 પદ્ધી રાજા બહુ જ ગુસ્સે થયો, તે નગરના દરવાજા પરની ઓરડી પર ગયો, તેની આંખો આંસથી ભરાઇ આવી, તે રડવા લાગ્યો. અને જતાં જતાં તે બોલ્યો, “ઓ માંરા પુત્ર આબ્શાલોમ! માંરા પુત્ર, ઓ માંરા પુત્ર આબ્શાલોમ! તારા બદલે હું જો મૃત્યુ પામ્યો હોત તો કેવું સારું! ઓ આબ્શાલોમ, માંરા પુત્ર! માંરા પુત્ર!”