ન્યાયાધીશો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21


પ્રકરણ 9

એક દિવસ યરૂબ્બઆલનો પુત્ર અબીમેલેખ શખેમમાં તેના માંમાંઓના ઘેર ગયો હતો અને તેમને અને તેની માંતાના કુટુંબના બધા સભ્યોને તેણે કહ્યું,
2 “તમે શખેમના નાગરિકોને આટલું પૂછી જુઓ કે, ‘તમાંરે માંટે શું સારું છે? તમાંરા ઉપર 70 જણ-યરૂબ્બઆલના સિત્તેર પુત્રો રાજ્ય કરે કે એક જણ રાજ્ય કરે? તેમ એ પણ યાદ રાખજો કે, હું અને તમે એક જ લોહીમાંસ અને હાડકાંના બનેલા છીએ.”
3 તેના માંમાંઓએ શખેમના નાગરિકો સાથે વાત કરી અને તેમને આ બધી વસ્તુઓ વિષે પૂછયું. તેઓએ અબીમેલેક અને તેનો પક્ષ લેવાનું નક્કી કર્યું. કારણ કે તેઓએ વિચાર્યુ કે, “અબીમેલેખની માં તેઓના નગરની વતની છે તેથી તે તેમના ભાઈ જેવો જ છે.”
4 આથી તેઓએ બઆલવરીથના મંદિરમાંથી 70 ચાંદીના સિક્કા કાઢી લીધા અને એ સિક્કા વડે અબીમેલેખ તોફાની અને નકામાં લોકોને રોકયા, જેઓ તેને અનુસરતા હતાં અને તે જે કહે તે મુજબ કરતાં હતાં.
5 તેઓને લઈને તે પોતાના પિતાના ઘેર આફ્રાહ ગયો અને ત્યાં એક જ પથ્થર ઉપર તેણે પોતાના 70 ભાઈઓને યરૂબ્બઆલના પુત્રોને રહેસી નાખ્યા. ફકત સૌથી નાનો પુત્ર યોથામ છુપાઈ ગયો તેથી તે ભાગી ગયો.
6 ત્યારબાદ શખેમ અને બેથમિલ્લોના બધા લોકો ભેગા મળ્યા અને તેઓએ શેખેમમાં ઊભા કરેલા એલોનના થાંભલા નજીક અબીમેલેખને પોતાનો રાજા બનાવ્યો.
7 જ્યારે યોથામે આ સાંભળ્યું ત્યારે તે ગેરીઝીમ પર્વતના શિખર પર ગયો ત્યાં ઊભો રહ્યો અને મોટા સાદે શખેમના માંણસોને કહેવા લાગ્યો;“ઓ શખેમના લોકો, માંરી વાત સાંભળો, અને દેવ, તમને બધાને સાંભળે!
8 “એક દિવસ બદા વૃક્ષો રાજા પસંદ કરવા ગયાં. તેમણે જૈતૂનના વૃક્ષને કહ્યું, “તું અમાંરો રાજા થા.”
9 “પણ જૈતૂનના વૃક્ષે કહ્યું, “શું હું માંરું તેલ, જે દેવો અને માંનવોને સન્માંનવા માંટે વપરાય છે, તે છોડીને વૃક્ષો પર રાજ્ય કરવા આવું?”
10 “પછી વૃક્ષોએ અંજીરના વૃક્ષને કહ્યું, “તું અમાંરા ઉપર રાજ્ય કર.”
11 “પરંતુ અંજીરના વૃક્ષે કહ્યું, “શું હું માંરાં ફળ અને એની બધી મીઠાશ છોડીને વૃક્ષો ઉપર રાજ્ય કરવા આવું?”
12 “પછી વૃક્ષોએ દ્રાક્ષના વેલાને કહ્યું, “તો તું આવ અને અમાંરો રાજા થા.”
13 “પણ તેમણે જવાબ આપ્યો, “વૃક્ષોનો રાજા બનવા માંટે થઈને દેવ અને માંણસોને આનંદિત કરનાર દ્રાક્ષારસ ઉપજાવવાનું હું શા માંટે છોડી દઉં?”
14 “ત્યારે બધાં વૃક્ષોએ કાંટાના છોડને કહ્યું, “તો તું આવ અને અમાંરા પર રાજ કર.”
15 “એટલે કાંટાળા વૃક્ષે કહ્યું, ‘જો તમે મને ખરેખર તમાંરો રાજા બનાવવા માંગતા હો તો આવો અને માંરી છાયામાં આવીને બેસો, નહિ તો કાંટાળા ઝાડમાંથી આગ પ્રગટશે અને લબાનોનનાં દેવદારના વૃક્ષોને બાળી નાખશે.’
16 “પછી યોથામ આગળ બોલ્યો, હવે તમે અબીમેલેખને સાચા મનથી પ્રમાંણિકપણે રાજા બનાવ્યો છે? તથા ગિદિયોન અને તેના પરિવાર પ્રત્યે યોગ્ય વર્તાવ કર્યો છે? તમે માંરા પિતાને એણે કરેલાં કાર્યોનો યોગ્ય બદલો આપ્યો છે? તેની ખાતરી કરી લો.
17 માંરા પિતાએ તો તમાંરે માંટે પોતાને જીવ જોખમમાં મૂકીને; યુદ્ધ કરીને તમને મિદ્યાનીઓના હાથમાંથી મુક્તિ અપાવી છે;
18 પરંતુ આજે તમે બધાએ માંરા પિતાની વિરુદ્ધ તમાંરા માંથા ઊંચક્યા છે અને તેમના 70 પુત્રોને એક જ પથ્થર પર માંરી નાખ્યા છે. અને હવે તેની દાસીના પુત્ર અબીમેલેખને, કારણકે તે તમાંરો ભાઈ છે. માંટે શખેમનો રાજા બનાવો છો.
19 જો તમે યરૂબ્બઆલ અને તેના પરિવાર પ્રત્યે વફાદાર હો તો ભલે તમે અબીમેલેખને રાજા તરીકે મેળવીને ખુશ થાઓ અને તમને તેની પ્રજા તરીકે મેળવીને ભલે તે ખુશ થતો.
20 નહિ તો પછી અબીમેલેખમાંથી અગ્નિ પ્રગટો અને તે શખેમના અને મિલ્લોના લોકોને બાળી નાખે અને શખેમ તથા મિલ્લોના લોકોમાંથી અગ્નિ પ્રગટો અને તે અબીમેલેખને બાળી નાખે.”
21 એ પછી યોથામ ત્યાંથી ભાગી જઈને ધેર ચાલ્યો ગયો, અને પોતાના ભાઈ અબીમેલેખથી બચવા માંટે ત્યાં રહ્યો.
22 અબીમેલેખ ઈસ્રાએલ ઉપર ત્રણ વર્ષ રાજ્ય કર્યુ.
23 ત્યાર પછી અબીમેલેખ અને શખેમના લોકો વચ્ચે દેવે વેર થવા દીધું. તેથી શખેમના લોકોએ અબીમેલેખ સામે બળવો કર્યો.
24 આ એટલા માંટે થયું કે જેથી યરૂબ્બઆલના 70 પુત્રોને માંરી નાખવા બદલ અબીમેલેખને તથા તેને આ રક્તપાત કરવામાં મદદ કરનાર શખેમના લોકોને પાઠ શીખવા મળે.
25 શખેમના લોકોએ અબીમેલેખની ચોકી કરવા પર્વતો પર ગુપ્તચરો, અબીમેલેખ ઉપર હુમલો કરવા તેમજ તેને લૂંટી લેવા માંટે ગોઠવ્યા; તેઓ તે રસ્તે જતા બધા જ માંણસોને લૂંટવા લાગ્યા અને અબીમેલેખને એની ખબર પડી ગઈ.
26 એ સમય દરમ્યાન એબેદનો પુત્ર ગાઆલ તેના ભાઈઓ સાથે શખેમમાં રહેવા આવ્યો. અને તેણે શખેમના લોકોનો વિશ્વાસ જીતી લીધો.
27 તેઓ દ્રાક્ષની વાડીઓમાં ગયા અને દ્રાક્ષ ભેગી કરી તેને તેઓએ કચડી અને દ્રાક્ષારસ બનાવ્યો અને ઉત્સવ ઊજવ્યો. તેઓએ તેમના દેવના મંદિરમાં આ ઉજવણી કરી તેઓએ ખાધું પીધું અને પછી અબીમેલેખને શાપ દેવા લાગ્યા.
28 ગાઆલ એબેદનો પુત્ર ઘાંટા પાડવા લાગ્યો, “અબીમેલેખ કોણ છે? શા માંટે આપણે શખેમના લોકો કોણ છીએ કે આપણે તેની ગુલામી કરવી જોઈએ? અબીમેલેખ યરૂબ્બઆલનો પુત્ર નથી! અને ઝબૂલ તેનો અફસર નથી? શખેમના પિતા હમોરના માંણસોની સેવા કરો! આપણે શા માંટે અબીમેલેખને અનુસરવું જોઈએ?
29 તમે એક વખત મને રાજા બનાવો; પછી જુઓ, હું તેને પાઠ ભણાવીશ હુ તેને કહીશ, ‘તારું સૈન્ય લઈને યુદ્ધ કરવા માંરી સામે પડ.
30 નગરપતિ ઝબૂલે જયારે એબેદના પુત્ર ગાઆલે જે કહ્યું હતું તે સાંભળ્યું, ત્યારે તે ખૂબ ક્રોધે ભરાયો.
31 ગુપ્તરીતે તેણે અબીમેલેખ પાસે સંદેશવાહક એમ કહેવા માંટે મોકલ્યા કે, “એબેદનો પુત્ર ગાઆલ અને તેના ભાઈઓ શખેમ રહેવા આવ્યા છે અને તેઓ નગરના લોકોને તારી વિરુદ્ધ ઉશ્કેરે છે.
32 માંટે તું અને તારા માંણસો રાત્રે અહીં આવો અને ખેતરોમાં સંતાઈ જાઓ.”
33 સવારે સૂર્યોદય થતાં જ નગર ઉપર હુમલો કરો અને ગાઆલ અને તેના માંણસો તમાંરો સામનો કરવા બહાર આવે ત્યારે તારી ઇચ્છા મુજબ તેઓને શિક્ષા કરજે.”
34 આથી અબીમેલેખ અને તેના માંણસો રાતોરાત ઊપડ્યા અને ચાર ટુકડીઓમાં શખેમ ઉપર હુમલો કરવા સંતાઈને બેઠા.
35 બીજે દિવસે એબેદનો પુત્ર ગાઆલ બહાર આવીને શહેરના દરવાજાના પ્રવેશદ્વાર આગળ ઊભો રહ્યો અને એ જ સમયે અબીમેલેખ અને તેના માંણસો તેમના છુપાવાના સ્થળોએથી બહાર આવ્યા, અને નગર પર હુમલો કર્યો.
36 ગાઆલે તે લોકોને જોયા અને ઝબૂલને કહ્યં, “જો, ડુંગરોની ટોચ ઉપરથી માંણસો ઊતરે છે!”પણ ઝબૂલે કહ્યું, “ના, એ તો ડુંગરના પડછાયા તમને માંણસ જેવા લાગે છે.”
37 ફરીથી ગાઆલે કહ્યું, “ના, ત્યાં જો. હું પૂરેપૂરી ખાતરીથી કહું છું કે લોકો ટેકરીઓ પરથી નીચે ઊતરી આવે છે અને બીજી ટૂકડી જાદુગરનાં વૃક્ષપાસેથી આવી રહી છે.”
38 ત્યારે ઝબૂલે તેને કહ્યું, “હવે તારી બડાઈ કયાં ગઈ? તમે તો કહેતા હતાં કે, “એ અબીમેલેખ વળી કોણ છે? આપણે તેના ગુલામ થઈએ? તમે જેની મશ્કરી કરતા હતાં એ જ આ લોકો છે ને?’ તો પછી પડો મેદાને અને કરો યુદ્ધ.”
39 ગાઆલ શખેમના માંણસો સાથે બહાર પડયો અને અબીમેલેખ સામે લડયો.
40 પણ અબીમેલેખ તેનો પીછો પકડતા તે ત્યાંથી ભાગી ગયો. શહેરના દરવાજા પાસે શખેમના ઘણા માંણસો ખરાબ રીતે ઘાયલ થઈને આજુબાજુ પડયા હતાં.
41 આ સમયે અબીમેલેખ અરૂમાંહમાં રહેતો હતો. ઝબૂલે ગાઆલ તથા તેના સગાઓને શખેમમાંથી કાઢી મૂક્યાં, તેઓને શખેમમાં રહેવા દીધાં નહિ.
42 બીજે દિવસે શખેમના લોકો ખેતરોમાં બહાર આવ્યા. અને અબીમેલેખને આ બાબતની જાણ થઈ.
43 તેથી તેણે પોતાના માંણસોની ત્રણ ટુકડીઓ પાડીને તે ખેતરમાં તેમના માંટે રાહ જોતો રહ્યો. જ્યારે તેણે નગરમાંથી લોકોને બહાર આવતા જોયા ત્યારે આ સંતાઈ રહેલા માંણસો બહાર આવ્યા અને તેમના ઉપર હુમલો કરીને તેમને બધાને માંરી નાખ્યા.
44 અબીમેલેખ અને તેની ટૂકડી આગળ વધીને શહેરના દરવાજાના પ્રવેશ દ્વાર આગળ ગોઠવાઈ ગઈ અને બીજી બે ટૂકડીઓએ જેઓ સીમમાં હતાં તેમના ઉપર તૂટી પડી અને તેમને પૂરા કર્યા,
45 આખો દિવસ યુદ્ધ ચાલ્યું. આખરે અબીમેલેખ શખેમ નગરને જીતી લીધું. તેણે નગરના સર્વ લોકોનો સંહાર કર્યો. અને નગરને ભોયભેગુ કરી નાખ્યું. અને ત્યાંની ભૂમિ પર મીઠું વેર્યું.
46 જયારે શખેમના કિલ્લાના આગેવાનોએ આ વાત જાણી ત્યારે તેઓ બધા એલબરીથ દેવના મંદિરના ભોંયરામાં ભેગા થયા.
47 અબીમેલેખને ખબર પડી કે શખેમના કિલ્લાના સર્વ લોકો મંદિરના ભોયરામાં છે.
48 ત્યારે તે પોતાના સૈનિકો સાથે સાલ્મોન પર્વત પર ગયા, તેણે કુહાડી લઈને ઝાડની એક ડાળી કાપીને પોતાના ખભા પર મૂકી અને પોતાના સૈનિકોને કહ્યું, “મેં શું કર્યું એ તમે જોયું છે. તમે પણ ઝટપટ એ પ્રમાંણે કરો.”
49 આથી પ્રત્યેક માંણસે એક એક ડાળી કાપીને લીધી, પછી તેમણે અબીમેલેખની પાછળ પાછળ જઈને ભોંયરામાં તેનો મોટો ઢગલો કર્યો અને તેને આગ ચાંપી, તેથી શખેમ ગઢના ભોયરાંમાં રહેલા લોકોમાંથી આશરે 1,000 સ્ત્રી-પુરુષો મૃત્યુ પામ્યાં.
50 ત્યારબાદ અબીમેલેખ તેબેસ જઈને તેને ઘેરો ધાલ્યો અને જીતી લીધું.
51 નગરીની વચ્ચોવચ્ચ એક મજબૂત કિલ્લો હતો અને તેમાં શહેરનાં બધાં સ્ત્રી-પુરુષોએ આશરો લીધો, તેમણે અંદર જઈ બારણાને ભોગળવાસી દીધી અને બધાં ધાબા ઉપર ચઢી ગયાં.
52 અબીમેલેખ કિલ્લા આગળ પહોંચી જઈને તેના ઉપર હુમલો કર્યો. ને કિલ્લાને આગ લગાડવા માંટે તેના દરવાજા આગળ ગયો.
53 ત્યારે ધાબા પરથી એક સ્ત્રીએ ઘંટીનું ઉપલું પડ અબીમેલેખના માંથા પર ફેકયું, અને તેની ખોપરી છુંદી નાખી.
54 તેણે તરત જ પોતાના બખ્તર ઉપાડનાર નોકરને બૂમ માંરી અને કહ્યું, “મને તરવારથી માંરી નાખ જેથી એક સ્ત્રીએ અબીમેલેખને માંરી નાખ્યો છે એવું કોઈ કહે નહિ.” તે યુવાને તેને તરવાર ભોકી દીધી અને તે મૃત્યુ પામ્યો.
55 જ્યારે ઈસ્રાએલીઓએ જોયું કે અબીમેલેખનું મૃત્યુ થયું છે ત્યારે તેઓ પોતપોતાને ઘેર ચાલ્યા ગયા.
56 અબીમેલેખ પોતાના સિત્તેર ભાઈઓની હત્યા કરી પોતાના પિતા વિરુદ્ધ પાપ કર્યુ હતું. તેની દેવે આ રીતે તેને શિક્ષા કરી.
57 અને શખેમના લોકોને પણ તેમના ગુનાની સજા કરી, આમ ગિદિયોનના પુત્ર યોથામનો શાપ સાચો ઠર્યો.