ન્યાયાધીશો

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21


પ્રકરણ 7

યરૂબ્બઆલ એટલે કે ગિદિયોન અને તેની સાથેના બધા લોકો વહેલા ઊઠયા અને તેમણે હારોદના ઝરણા નજીક પોતાની છાવણી નાખી. મિદ્યાનીઓની છાવણી ઈસ્રાએલીઓની ઉત્તરે મોરેહ પર્વતની તળેટીની ખીણના પ્રદેશમાં હતી.
2 યહોવાએ ગિદિયોનને કહ્યું, “તારી પાસે લશ્કરમાં ઘણા બધાં સૈનિકો છે એટલી મોટી સંખ્યામાં કે હું તેમને મિદ્યાનીઓ સામે યુદ્ધમાં મોકલવા ચાહતો નથી, કારણ કે તેઓ કદાચ બડાશ માંરીને કહે કે, તેઓ પોતાના શોર્યથી જીત્યા છે. નહિ કે યહોવાની શક્તિથી.
3 માંટે તું એ લોકોમાં જાહેરાત કર કે, ‘જે કોઈ ડરનો માંર્યો થથરતો હોય તો તે તરત જ ગિલયાદ પર્વત છોડીને ઘેર પાછો ચાલ્યો જાય.”ત્યારે 22,000 સૈનિકો પાછા ઘેર ગયા અને 10,000 બાકી રહ્યાં.
4 પછી યહોવાએ ગિદિયોનને કહ્યં, “હજી પણ સંખ્યા મોટી છે. તમાંરું લશ્કર વિશાળ છે. તેઓને પાણીના ઝરા પાસે લાવ; ત્યાં હું નક્કી કરીશ કે તારા બદલે કોણ જશે. હું જો તને એમ કહું કે, ‘આ માંણસ તારી સાથે આવશે’ તો તે તારી સાથે આવશે, અને હું જ્યારે તને એમ કહું કે, પેલો માંણસ તારી સાથે નહિ આવે’ તો તે તારી સાથે નહિ આવે.”
5 ગિદિયોન બધા લોકોને પાણીના ઝરા પાસે લઈ ગયો. જ્યાં યહોવાએ તેને કહ્યું, “જે લોકો કૂતરાની જેમ પોતાની જીભ વડે પાણી પીશે તેમને એક બાજુ રાખ અને જેઓ પાણી પીવા માંટે ઘૂંટણિયે પડે તેમને બીજા સમૂહમાં રાખ.”
6 કૂતરાની જેમ જીભ વડે પાણી પીનારા લોકોની સંખ્યા 300 હતી. બાકીના બધા પાણી પીવા માંટે ઘૂંટણિએ પડ્યા હતાં.
7 પછી યહોવાએ ગિદિયોનને કહ્યું, “જીમથી પાણી પીનારા માંણસોની સંખ્યા 300 છે. આ 300 માંણસ દ્વારા હું તને જીત અપાવીશ અને મિદ્યાનીઓને તારા હાથમાં સોંપી દઈશ; બાકીના બધા સૈનિકો પોતપોતાને ઘરે પાછા જાય.”
8 તેથી ગિદિયોને 300 માંણસોને રાખીને બાકીના બધાને ઘરે પાછા મોકલ્યા, પણ આ માંણસોએ ખોરાક અને રણશિંગા પોતાના માંટે રાખી લીધાં.મિદ્યાનીઓની છાવણી તેઓની છાવણીની નીચેની ખીણમાં હતી.
9 તે દિવસે રાત્રે યહોવાએ ગિદિયોનને કહ્યું, “ઊઠ, તારું સૈન્ય લઈને તું તાબડતોબ મિદ્યાનીઓની છાવણી પર હુમલો કર, કારણ મેં તેમને તારા હાથમાં સોંપી દીધા છે.
10 પણ જો તને હુમલો કરતા ડર લાગતો હોય તો પહેલા તું એકલો તારા નોકર પુરાહ સાથે છાવણીમાં જા,
11 તેઓની વાત ધ્યાનથી સાંભળ, અને તને પુષ્કળ પ્રોત્સાહન મળશે.”તેથી તે પોતાના નોકર પુરાહને લઈને રાતના અંધારામાં દુશ્મનોની છાવણીમાં મિદ્યાનીઓની લશ્કરી ટૂકડી પાસે ત્યાં ગયો.
12 મિદ્યાનીઓ, અમાંલેકીઓ તથા પૂર્વની અન્ય પ્રજાઓ અસંખ્ય સૈનિકોની સાથે તીડોની જેમ ખીણમાં પથરાયેલી હતી, તેમની પાસે દરિયાની રેતીની જેમ પથરાયેલા અસંખ્ય ઊંટ હતાં.
13 જ્યારે ગિદિયોન ત્યાં પહોંચ્યો ત્યારે એક માંણસ બીજા માંણસને પોતાના સ્વપ્નની વાત કહેતો હતો; તે બોલ્યો, “મને એવું સ્વપ્ન આવ્યું કે એક જવની રોટલી મિદ્યાનીઓની છાવણીમાં ગબડતી ગબડતી આવી અને એક તંબુ આગળ પહોંચતાં તેની સાથે અથડાઈ એટલે તંબુ તૂટી પડયો.”
14 બીજા માંણસે જવાબ આપ્યો, “જરૂર, એ ઈસ્રાએલી યોઆશના પુત્ર ગિદિયોનની તરવાર જ હોવી જોઈએ. તારા સ્વપ્નનો એ જ ખુલાસો હોઈ શકે. દેવે મિદ્યાનને અને એના આખા સૈન્યને ગિદિયોનના હાથમાં સોંપી દીધાં છે.”
15 જ્યારે ગિદિયોને સ્વપ્ન અને તેનો ખુલાસો સાંભળ્યો ત્યારે તેણે દેવની ઉપાસના કરી અને પછી ઈસ્રાએલીઓની છાવણીમાં જઈને બોલ્યો, “ઊઠો, યહોવાએ મિદ્યાનીઓની છાવણી અને લોકો તમાંરા હાથમાં સોંપી દીધા છે,”
16 તેણે 300 સૈનિકોનું સૈન્ય લીધું અને તેને ત્રણ ટૂકડીઓમાં વહેંચી નાખ્યું, તેણે દરેક માંણસને એક રણશિંગડુ આપ્યું અને એક ખાલી બરણી તેમાં મશાલ મૂકીને આપી.
17 પછી તેણે તેમને કહ્યું, “માંરા ઉપર નજર રાખજો, છાવણી પાસે પહોંચતાં જ હું જેમ કરું તેમ કરજો,
18 જયારે હું અને માંરા માંણસો અમાંરાં રણશિંગડાં વગાડીએ ત્યારે તમે પણ છાવણીને ફરતે તમાંરા રણશિંગડાં વગાડજો, અને પોકાર કરજો કે, “યહોવાનો જય! ગિદિયોનનો જય!”‘
19 મિદ્યાન પાસે ગિદિયોન અને તેની સાથેના 100 માંણસો મધરાતી ચોકીની શરૂઆતમાં જ્યારે તેઓએ સંત્રીઓ હજી હમણાં જ બદલ્યા હતા. ત્યાં છાવણીમાં પહોંચ્યા એ લોકોએ તેમના રણશિંગડાં ફૂંકયાં અને હાથમાંની બરણીઓ ફોડી નાખી.
20 ગિદિયોનના લશ્કરની ત્રણ ટુકડીઓએ રણશિંગડાં ફૂક્યા અને બરણીઓ ફોડી નાખી, પછી તેમના ડાબા હાથમાં મશાલો પકડી અને જમણા હાથમાં રણશિંગડા પકડયા જેથી તેઓ તેને ફૂંકી શકે પછી તેઓએ પોકાર કર્યો, “યહોવાનો જય, ગિદિયોનનો જય!”
21 પ્રત્યેક માંણસ છાવણીની ફરતે ગિદિયોનના બધાં માંણસો પોતાની જગ્યાએ ઊભા રહ્યાં. મિદ્યાની છાવણીના બધાં લોકો ભયથી ચીસ પાડીને ભાગવા લાગ્યાં.
22 જ્યારે પેલા 300 માંણસો રણશિંગડાં ફૂંકતા હતાં તેના અવાજથી યહોવાએ શત્રુ-સૈન્યને એવું ગૂંચવી નાખ્યું કે છાવણીમાં સર્વત્ર તેઓ બધા અંદરો અંદર લડીને એકબીજાને માંરવા લાગ્યા. તેઓનું લશ્કર સરેરાહની દિશામાં બેથશિટ્ટાહ સુધી અને ટાબ્બાથ નજીક આવેલા આબેલ-મહોલાહ સુધી નાસી ગયું.
23 પછી ગિદિયોને નફતાલીના, આશેર અને આખા મનાશ્શાના કુળસમૂહોના પ્રદેશના ઈસ્રાએલીઓને તેને મદદ કરવા બોલાવડાવ્યા અને તેમણે નાસી ગયેલા મિદ્યાનીઓનો પીછો પકડ્યો.
24 પછી ગિદિયોને એફ્રાઈમના સમગ્ર પહાડી પ્રદેશમાં પોતાના સંદેશવાહકો મોકલ્યા અને જાહેર કરાવડાવ્યું કે, ઊતરી આવો, મિદ્યાનીઓનો સામનો કરો અને તેઓ નદી પાર ઊતરે તે પહેલા બેથબારાહથી યર્દન નદીના બધા પાણીવાળા સ્થળો કબજે કરી લો.”જેથી એફ્રાઈમના કુળસમૂહને ભેગું કરવામાં આવ્યું, અને તેમણે બેથબારાહ સુધીના યર્દન નદીના તમાંમ પાણીવાળા સ્થળો કબજો કરી લીધા.
25 તેમણે મિદ્યાનીઓના બે સરદારો ઓરેબ અને ઝએબને જીવતા કેદ પકડયા. ઓરેબને ઓરેબ ખડક પાસે માંરી નાખવામાં આવ્યો અને ઝએબને ઝએબના દ્રાક્ષાકુંડપાસે માંરી નાખવામાં આવ્યો. તે પછી પણ તેઓએ ફરીથી મિદ્યાનીઓનો પીછો કરવો ચાલુ રાખ્યો, અને તેઓ ઓરેબ અને ઝએબનાં માંથાં યર્દનને પેલે પાર ગિદિયોન લઈ આવ્યા.