પુરવઠો


  • પૈસા માટેનો લોભ દરેક જાતનાં પાપોને જન્મ આપે છે. કેટલાએક લોકોએ સાચો વિશ્વાસ (ઉપદેશ) છોડી દીધો છે કેમ કે તેઓ વધુ ને બધુ ધન મેળવવા માગે છે. પરંતુ આમ કરતાં તેઓ પોતાની જાતે ઘણી ત્રાસદાયક મુશ્કેલીઓ ઊભી કરી સહન કરે છે.
    1 તિમોથીને 6:10
  • પણ પહેલા તમે દેવના રાજ્યને તથા તેના ન્યાયીપણાને શોધો, તો તે પણ તમને આ બધી જ વસ્તુઓ આપશે.
    માથ્થી 6:33
  • હું પુછું છું, “શું માણસ દેવને લૂંટી શકે? છતાં તમે મને લૂંટો છો. પણ તમે કહો છો, અમે શી રીતે તમને લૂંટીએ છીએ? તમારા પાકનો એક દશાંશમો ભાગ મને નહિ આપીને, તમે મને લૂંટયો છે. 9 તમે શાપ પામીને શાપિત થયા છો; કારણકે તમે, સમગ્ર પ્રજા, મને લૂંટો છો.” “ઊપજનો પૂરો દશમો ભાગ લાવો, તો મારો ભંડાર ભરેલો રહે. એ પછી તમે મારી કસોટી કરી જુઓ કે, હું તમારા માટે સ્વર્ગના દ્વાર ઉઘાડીને તમારા પર મબલખ આશીર્વાદ વરસાવું છું કે નહિ?
    માલાખી 3:8-10
  • ખ્રિસ્ત ઈસુના મહિમાથી મારો દેવ ઘણો સમૃદ્ધ થયો છે. પરંતુ ખ્રિસ્ત ઈસુમાં તેની સમૃદ્ધિનો ઉપયોગ તમને જરૂરી બધી વસ્તુઓ આપવામાં કરશે.
    ફિલિપ્પીઓને પત્ર 4:19
  • હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
    ગીતશાસ્ત્ર 37:25
  • આપણે દેવ પાસે શંકા વગર આવી શકીએ છીએ. એનો અર્થ એ છે કે આપણે દેવ પાસે તેની ઈચ્છાનુસાર કંઈ પણ માગીએ તો દેવ આપણને સાંભળે છે. 15 દરેક વખતે આપણે તેની પાસે માગીએ છીએ ત્યારે દેવ આપણને ધ્યાનથી સાંભળે છે. તેથી આપણે જાણીએ છીએ કે તેની પાસે આપણે જે માગીએ તે વસ્તુઓ તે આપણને આપે છે.
    1 યોહાન 5:14, 15
  • યહોવા મારા પાલનકર્તા છે. તેથી મને કશી ખોટ પડશે નહિ.
    ગીતશાસ્ત્ર 23:1
  • અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે, પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી.
    ગીતશાસ્ત્ર 34:10
  • ધન્ય છે પ્રભુને, કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે, અને તેઓજ સૌનું તારણ કરે છે.
    ગીતશાસ્ત્ર 68:19
  • કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું ‘યહોવા’ તમારો દેવ છું! તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ. હું તમને ખવડાવીશ.
    ગીતશાસ્ત્ર 81:10
  • প કારણ કે યહોવા દેવ સૂર્ય તથા ઢાલ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે; ન્યાયથી વર્તનારને માટે તે કંઇ પણ શ્રેષ્ઠ બાબત બાકી રાખશે નહિ.
    ગીતશાસ્ત્ર 84:11
  • સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે. અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો. 16 પ્રત્યેક સજીવોની ભૂખ અને તરસ તમે સતત સંતોષો છો.
    ગીતશાસ્ત્ર 145:15, 16
  • સજ્જન પેટ ભરીને ખાય છે, પણ દુર્જનનું પેટ ખાલીને ખાલી રહે છે.
    નીતિવચનો 13:25
  • “જો તમે રાજીખુશીથી આજ્ઞા પ્રમાણે વર્તશો, ને કામ કરશો તો તમે ધરતીનો મબલખ પાક ભોગવવા પામશો. 20 પણ જો તમે મારી આજ્ઞાઓનું ઉલ્લંઘન કરશો તો તમે તરવારના ભોગ થઇ પડશો.” આ યહોવાના મુખનાં વચનો છે.
    યશાયા 1:19, 20
  • મારી ટેકરીની આસપાસ હું મારા લોકોને ત્યાં વસાવીશ અને તેઓનાં ઘરોને આશીર્વાદ આપીશ. અને હું ઋતુ પ્રમાણે વરસાદ વરસાવીશ અને વરસાદ આશીર્વાદ લાવશે.
    યર્મિયાનો વિલાપ 34:26
  • તમે એવા લોકો જેવા ન બનો, તમે તેની પાસે માંગણી કરો તે પહેલા તમરા પિતા જાણે છે કે તમારે શાની જરૂર છે.
    માથ્થી 6:8
  • “દેવ પાસે માંગવાનું ચાલું રાખો, અને દેવ તમને આપશે, શોધવાનું ચાલું રાખો, અને તમને જડશે. ખખડાવવાનું ચાલું રાખો અને દરવાજો તમારા માટે ઉઘડી જશે. 8 કારણ કે જે માંગે છે તેને એ જરૂરથી મળે છે, જે શોધતા રહે છે તેમને જરૂરથી પ્રાપ્ત થાય છે. અને જે ખટખટાવે છે, તેમને માટે દરવાજા અવશ્ય ઉઘડી જાય છે.
    માથ્થી 7:7, 8
  • તમે ભૂડા છતાં તમે પોતાના બાળકોને સારો ખોરાક આપી જાણો છો તો તમારા આકાશમાંના પિતાની પાસે માંગશો તો તમને જરૂર સારી વસ્તુઓ આપશે.
    માથ્થી 7:11
  • જો તમને વિશ્વાસ હોય તો પ્રાર્થનામાં તમે જે કઈ માગશે તે તમને મળશે.”
    માથ્થી 21:22
  • પછી ઈસુએ પ્રેરિતોને કહ્યું કે: “મેં તમને લોકોને ઉપદેશ આપવા મોકલ્યા. મેં પૈસા વગર, થેલી કે જોડા વગર મોકલ્યા, તમારે કશાની જરુંર પડી?” પ્રેરિતોએ કહ્યું, “ના.”
    લૂક 22:35
  • જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને માટે પણ આમ જ છે. પ્રભુનો આદેશ છે કે જે લોકો સુવાર્તા પ્રગટ કરે છે, તેઓને જીવન નિર્વાહ તેઓના આ કાર્ય થકી થવો જોઈએ.
    1 કરિંથીઓને 9:14
  • અને દેવ આપણને આપણે જે માગીએ તે આપે છે. આપણે આ વાનાં પ્રાપ્ત કરીએ છીએ કેમ કે આપણે દેવની આજ્ઞાઓનું પાલન કરીએ છીએ અને આપણે દેવ પ્રસન્ન થાય તેવાં કામો કરીએ છીએ.
    1 યોહાનનો પત્ર 3:22