ભયમાંથી સ્વતંત્રતા
- পયહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું? . સંકટના સમયે તેઓ ખરેખર મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે. અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
ગીતશાસ્ત્ર 27:1, 5 -
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો.
ગીતશાસ્ત્ર 34:4 -
પરંતુ જે કોઇ મારું કહ્યુ સાંભળશે તે સુરક્ષિત રહેશે. અને કોઇપણ જાતના નુકશાન થવાના ભય વિના શાંતિ અનુભવશે.”
નીતિવચનો 1:33 -
જેઓ ચિંતાતુર છે, “તેઓને કહો દ્રઢ થાઓ, ડરશો નહિ; જુઓ, તમારા દેવ! તમારો ઉદ્ધાર કરવા અને તમારા શત્રુઓને સજા કરવા આવે છે.”
યશાયા 35:4 -
તું ગભરાઇશ નહિ, કારણ કે હું તારી સાથે જ છું. તું નાહિંમત થઇશ નહિ, હું તારો દેવ છું, હું તને બળ આપીશ, તને મદદ કરીશ; હું મારા વિજયવંત જમણા બાહુ વડે તને ટેકો આપીશ.
યશાયા 41:10 -
જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ.
રોમનોને પત્ર 8:15 -
કકેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
1 તિમોથીને 1:7 -
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે. માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય, અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી. ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે, ને પર્વતો ધ્રુજી ઉઠે.
ગીતશાસ્ત્ર 46:1-3 -
જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારો ભરોસો કરીશ. હું દેવની કૃપાથી તેમના વચન માટે સ્તુતિ કરું છું. દેવ પર આધાર રાખું છું, તેથી મને જરાપણ બીક નથી. માત્રમરણાધીન માનવી મને શું કરે તેમ છે?
ગીતશાસ્ત્ર 56:3, 4 -
હવે તું રાત્રે બીશ નહિ કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ. 6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
ગીતશાસ્ત્ર 91:5, 6 -
સૂતી વખતે તને કોઇ ડર રહેશે નહિ. અને તું મીઠી ઊંઘ લઇ શકીશ.
નીતિવચનો 3:24 -
તે લોકોથી બીશ નહિ, કારણ, હું તારી જોડે રહી તારું રક્ષણ કરીશ.”‘ આ યહોવાના વચન છે.
ચર્મિયા 1:8 -
જ્યાં દેવનો પ્રેમ છે, ત્યાં ભય નથી. શા માટે? કારણ કે દેવનો સંપૂર્ણ પ્રેમ ભય દૂર કરે છે. દેવની શિક્ષા વ્યક્તિને ભયભીત બનાવે છે. તેથી જે વ્યક્તિમાં ભય છે તેનામાં દેવનો પ્રેમ સંપૂર્ણ થતો નથી.
1 યોહાન 4:18 -
નાણાનાં લોભથી દૂર રહો તમારી પાસે જેટલું હોય તેટલામાં સંતોષ માનો. દેવે કહ્યું છે:“હું તને કદી મૂકી દઇશ નહિ; અને તને તજીશ પણ નહિ.” પુનર્નિયમ 31:6 6 તેથી જરા પણ સંકોચ રાખ્યા વગર આપણે કહી શકીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું ડરીશ નહિ. માણસ મને શું કરનાર છે?”
હિબ્રૂઓને પત્ર 13:5, 6 -
“હું તમને શાંતિ આપીને જાઉં છું. હું તમને આપું છું તે મારી પોતાની શાંતિ છે. જગત આપે છે તેના કરતાં જુદી રીતે હું તમને શાંતિ આપીશ. તેથી તમારા હૃદયોને વ્યાકુળ થવા દેશો નહિ. ડરશો નહિ.
યોહાન 14:27 -
તે માણસો માંસ અને લોહીનાં બનેલા માનવ દેહ ધરાવે છે. તેથી ઈસુએ પણ માનવદેહમાં જન્મ લીધો, તેથી કરીને તે મરણ સહન કરીને, દુ:ખો સહીને તે શેતાનનો નાશ કરી શકે. 15 ઈસુ લોકો જેવો થયો અને મરણ પામ્યો અને જીવનપર્યત મરણના ભયને લીધે દાસ જેવી દશામાં જીવતા મનુષ્યોને છુટકારો અપાવી શકે.
હિબ્રૂઓને પત્ર 2:14, 15