1 શમુએલ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31


પ્રકરણ 18

દાઉદની અને શાઉલની વાતચીત પૂરી થઈ, શાઉલના પુત્ર યોનાથાન દાઉદનો મિત્ર બન્યો, અને તેને પોતાના પ્રાણની જેમ પ્રેમ કરવા લાગ્યો.
2 તે દિવસથી શાઉલે દાઉદને પોતાની સાથે જ રાખી લીધો અને તેને પાછો ઘેર જવા દીધો નહિ.
3 યોનાથાન અને દાઉદ બંને વચ્ચે પ્રાણસમાંન પ્રેમ હોવાથી કાયમ મૈત્રીભાવ રાખવાની સંધિ શપથપૂર્વક કરી.
4 અને યોનાથાને પોતાનો ઝભ્ભો કાઢીને દાઉદને આપી દીધો. ઉપરાંત, પોતાનું બખ્તર, તરવાર, ધનુષ્ય અને કમરપટો પણ મિત્રતાના પ્રતીક તરીકે આપ્યા. હવે રાજા શાઉલ દાઉદને યરૂશાલેમમાં જ રાખતો હતો અને તેને ઘેર જવા દેતો નહિ.
5 શાઉલે દાઉદને ઘણા યુદ્ધો લડવા મોકલ્યો, દાઉદે ખૂબ સફળતા મેળવી, તેથી શાઉલે તેને સૈન્યમાં ઊંચી પદવી આપી, તેને યોદ્ધાઓની દેખરેખનું કામ આપ્યું. શાઉલના માંણસોને અને બધાં લોકોને પણ આ ગમ્યું.
6 દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી.
7 તેઓ ઉત્સવનાં ઉલ્લાસમાં એવું ગીત ગાતી હતી કે,“શાઉલે હજારોને સંહાર્યા છે પણ દાઉદે તો લાખોને.”
8 શાઉલને આ ગમ્યું નહિ, તેને ગુસ્સો ચડયો, તે બોલ્યો, “દાઉદને એ લોકો લાખોનું શ્રેય આપે છે, જયારે મને માંત્ર હજારોનું જ! હવે તો એને રાજા થવું જ બાકી છે.”
9 તે દિવસથી શાઉલ રાજા દાઉદને ઇર્ષ્યાની દૃષ્ટિથી જોવા લાગ્યો.
10 અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો.
11 શાઉલે અચાનક દાઉદને ભીંત સાથે જડી દેવાના ઇરાદાથી બે વખત તેની તરફ ભાલો ફેંકયો. પરંતુ દાઉદે બે વાર બાજુ પર ખસી જઈને ઘા ચુકાવ્યો.
12 શાઉલ ત્યારથી દાઉદથી ડરવા લાગ્યો, કારણ, યહોવા શાઉલ પાસેથી જતા રહ્યા હતા અને દાઉદની સાથે હતા.
13 તેથી શાઉલે તેને પોતાની હજૂરમાંથી ખસેડીને તેને પોતાના સૈન્યમાં સહસ્ત્રાધિપતિ તરીકે નીમ્યો. પછી તે લોકોને યુદ્ધમાં દોરી જતો હતો અને પાછા લાવતો હતો.
14 દાઉદ બધાં જ કામોમાં સફળ થતો હતો કારણ કે યહોવા તેની સાથેે હતા.
15 દાઉદની સફળતા જોઈને શાઉલ તેનાથી વધારે ડરવા લાગ્યો,
16 પરંતુ ઇસ્રાએલના અને યહૂદાના બધા લોકો તેના ઉપર પ્રેમ રાખતા હતા, કારણ તે યુદ્ધમાં ટૂકડીઓને દોરવતો હતો.
17 પછી એક દિવસ શાઉલે દાઉદને કહ્યું, “આ માંરી મોટી પુત્રી મેરાબ છે એને હું તારી સાથે પરણાવું. જો તુંં યુદ્ધમાં બહાદુરી અને વફાદારીપૂર્વક માંરી સેવા બજાવતો હોય અને યહોવાની લડાઈઓ લડીને પોતાને સાચા સૈનિક તરીકે સાબિત કરી શકતો હોય,” શાઉલના મનમાં એમ કે, આ રીતે એ પલિસ્તીઓને હાથે માંર્યો જશે અને માંરે તેને માંરવો પડશે નહિ.
18 દાઉદે જવાબ આપ્યો, “હું એવો તે કોણ છું ને માંરા પરિવારનું ઇસ્રાએલમાં એવું તે કયું સ્થાન છે કે હું રાજાનો જમાંઈ થાઉં?”
19 પણ જયારે દાઉદ સાથે શાઉલની પુત્રી મેરાબનો પરણાવવાનો સમય આવ્યો ત્યારે શાઉલેે મહોલાથના આદ્રીએલ સાથે તેને પરણાવી દીધી.
20 ત્યાર બાદ શાઉલની બીજી પુત્રી મીખાલ દાઉદનાં પ્રેમમાં પડી અને શાઉલને જયારે એની જાણ થઈ ત્યારે તે બહુ રાજી થયો.
21 તેણે વિચાર્યું, “હું મીખાલને દાઉદ સાથે પરણાવીશ. તે દાઉદને ફસાવશે અને પછી તે પલિસ્તીઓને હાથે મૃત્યુ પામશે.” આથી શાઉલે બીજી વાર દાઉદને કહ્યું, “તારે માંરા જમાંઈ થવાનું છે.”
22 શાઉલે પોતાના દરબારીઓને કહ્યું, “તમે ખાનગી રીતે દાઉદને એમ કહો કે, ‘રાજા તારા ઉપર ઘણા પ્રસન્ન છે અને રાજાના બધા અમલદારો પણ તારા પર પ્રેમભાવ રાખે છે. રાજાના જમાંઈ થવા માંટે તારા માંટે આ ખરો સમય છે.”‘
23 શાઉલના માંણસોએ દાઉદના કાને આ વાત નાખી, ત્યારે દાઉદે કહ્યું, “શું તમે રાજાના જમાંઈ થવાનું એટલું સહેલું માંનો છો કે, માંરા જેવો એક ગરીબ અને સામાંન્ય માંણસ પણ રાજાનો જમાંઈ થઈ શકે?”
24 શાઉલના અમલદારોએ જયારે દાઉદના શબ્દો તેમને કહ્યાં ત્યારે શાઉલે જણાવ્યું,
25 “તેણે તેમને કહ્યું કે, દાઉદને કહો કે, ‘રાજાને તારી પાસેથી દહેજમાં ફકત સો પલિસ્તીઓની ઇન્દ્રીયની ચામડી જ જોઈએ છે તેને તેના દુશ્મનો ઉપર વેર વાળવું છે.”‘ શાઉલના મનમાં એવું હતું કે, આ રીતે દાઉદ પલિસ્તીને હાથે માંર્યો જશે.
26 દાઉદના અમલદારોએ શાઉલનાં શબ્દો તેને કહ્યાં. દાઉદે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકારી લીધો. અને તરત કામ ઉપાડ્યું.
27 દાઉદે અને તેના માંણસોએ જઈને બ સો પલિસ્તીઓને માંરી નાખ્યા; દાઉદે તેમની ઇન્દ્રિયની ચામડી લાવીને રાજાને આપી; જેથી પોતે રાજાનો જમાંઈ થઈ શકે. આથી શાઉલે પોતાની પુત્રી મીખાલ દાઉદને પરણાવી.
28 શાઉલે જોયું કે, યહોવા દાઉદની સાથે છે, વળી તેની પુત્રી મીખાલ પણ તેના પ્રેમમાં પડી છે,
29 આથી તે દાઉદથી વધુને વધુ ડરવા લાગ્યો અને તેનો જીવનભર દુશ્મન બની ગયો.
30 જયારે પલિસ્તીઓનું સૈન્ય હુમલો કરતું, ત્યારે દરેક વખતે શાઉલના બીજા અમલદારો કરતા દાઉદને વધારે સફળતા મળતી અને આથી દાઉદનું નામ સમગ્ર દેશમાં ખૂબ જ ખ્યાતિ પામ્યું.