પુનર્નિયમ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34


પ્રકરણ 10

“એ પછી યહોવાએ મને કહ્યું, ‘પહેલાં હતી તેવી જ બે પથ્થરની તકતીઓ તૈયાર કર અને તેને મૂકવા માંટે લાકડાની એક પેટી બનાવ. પછી માંરી પાસે તકતીઓ લઈને પર્વત પર આવ.
2 તેથી હું તેં જે પહેલાની તકતીઓ તોડી નાખી છે, તેના પર જે લખાણ હતું તે જ હું આ તકતીઓ ઉપર લખી આપીશ, અને પછી તું એ તકતીઓને પેટીમાં મૂકી દેજે.
3 “માંટે મેં બાવળના લાકડાની એક પેટી બનાવી અને પહેલાના જેવી જ પથ્થરની બે તકતીઓ બનાવી અને તે લઈને હું પર્વત પર ગયો.
4 પછી, યહોવાએ જ્યારે તમે પર્વત પર સભામાં ભેગા થયા હતાં તે દિવસે અગ્નિમાંથી જે તમને કહ્યું હતું તે સમાંન દશ આજ્ઞાઓ લખી અને તે મને આપી.
5 પછી મેં પર્વત પરથી પાછા નીચે આવીને તે તકતીઓ યહોવાની આજ્ઞાનુસાર કોશમાં મૂકી, અને હજી પણ તે ત્યાં જ છે.”
6 (ઇસ્રાએલી પ્રજા બએરોથ બેની-યાઅકાનથી યાત્રાનો આરંભ કરી મોસેરાહ આવી; ત્યાં હારુનનું મૃત્યુ થયું અને તેને ત્યાં જ દફનાવવામાં આવ્યો. તેના પછી તેનો પુત્ર એલઆઝાર યાજક થયો.
7 ત્યાંથી ઇસ્રાએલીઓ ગુદગોદાહ ગયા અને ગુદગોદાહથી યોટબાથાહ ગયા. ત્યાં પાણીના ઝરણાં પુષ્કળ હતાં.
8 અહીં યહોવાએ લેવીના કુળને જુદું પાડીને ખાસ સેવા સોંપી: યહોવાએ આપેલી દશ આજ્ઞાઓ જેમાં હતી તે પેટી તેઓ ઊચકે, યહોવાની સેવામાં ઊભા રહી તેમની સેવા કરે અને યહોવાના નામે આશીર્વાદ આપે. આજપર્યંત લેવીના કુળનું કામ એ જ રહ્યું છે.
9 તેથી લેવીના વંશજોને જમીનનો કોઇ ભાગ આપવામાં આવ્યો નહિ; જેમ બીજા કુળસમૂહોને આપવામાં આવતો. તમાંરા દેવ યહોવાએ તેમને કહ્યું હતું તે મુજબ, યહોવા પોતે જ તેઓનો ભાગ છે.)
10 “પહેલાંની જેમ હું 40 દિવસ અને 40 રાત પર્વત પર રહ્યો અને યહોવાએ ફરીથી માંરી યાચના સાંભળી અને તમાંરો નાશ નહિ કરવા તે સંમત થયા.
11 પછી યહોવાએ મને કહ્યું, ‘ચાલ, આ લોકોની આગેવાની લેવા તૈયાર થા, જેથી મેં એમના પિતૃઓને જે પ્રદેશ આપવાનું વચન આપ્યું હતું તેનો એ લોકો ત્યાં જઈને કબજો મેળવી શકે.’
12 “હે ઇસ્રાએલીઓ, કાળજીપૂર્વક સાંભળો. યહોવા તમાંરા દેવ તમાંરી પાસેથી શું ઈચ્છે છે? તે ફકત તમને તેનાથી ડરવા, તેના દ્વારા બતાવાયેલા માંગેર્ ચાલવા, તેને પ્રેમ કરવા, અને તેની હૃદય અને આત્માંમાં ઊડેથી સેવા કરવા કહે છે.
13 અને આજે હું તમને યહોવાની જે આજ્ઞાઓ અને નિયમો આપું છું તેનું પાલન તમાંરા પોતાના ફાયદા માંટે કરો.
14 “પૃથ્વી પરનું સર્વસ્વ અને ઊચામાં ઉચા આકાશો પણ તમાંરા યહોવા દેવનાં છે.
15 તેમ છતાં યહોવાનો તમાંરા પિતૃઓ પરનો પ્રેમ એટલો તો દ્રઢ હતો કે, તેણે બધી પ્રજાઓમાંથી તેમના વંશજોને-તમને પસંદ કર્યા અને આજે પણ તમે એની પસંદ કરેલી પ્રજા છો.
16 “તેથી તમાંરાં પાપી હૃદયોને શુદ્વ કરો, ને હઠ છોડી દો,
17 કારણ કે, તમાંરા દેવ યહોવા દેવાધિદેવ છે, તે મહાન, પરાક્રમી અને ભીષણ છે, તે નિષ્પક્ષ અને ન્યાયી છે, તે કદી લાંચ લેતા નથી.
18 તે વિધવાઓને તથા અનાથોને ન્યાય આપે છે, પરદેશીઓ પર પ્રેમ રાખે છે અને તેઓને ખોરાક તથા વસ્ત્રો આપે છે.
19 તેથી તમાંરે પણ પરદેશીઓ પર પ્રેમ રાખવો. કારણ કે તમે પણ મિસરમાં વિદેશી હતા.
20 “તમાંરા દેવ યહોવાથી ડરો અને તેની ઉપાસના કરો. તેને કદી ન છોડો અને તેના નામ માંત્રથી સોગન ખાવ.
21 તમાંરે એમની જ સ્તુતિ કરવી, તે જ તમાંરા દેવ છે. તેમણે તમાંરા માંટે જે મહાન અને અદભૂત કાર્યો કર્યા છે તે તમે પ્રત્યક્ષ નિહાળ્યા છે.
22 જયારે તમાંરા પિતૃઓ મિસર ગયા હતા ત્યારે તેઓ ફકત સિત્તેર જ હતા. પણ અત્યારે તમાંરા દેવ યહોવાએ તમને આકાશના તારાની જેમ અસંખ્ય અને અગણિત બનાવ્યા છે.