લગ્ન અને જાતીય
-
તેથી યહોવા દેવે મનુષ્યને ગાઢ નિંદ્રામાં નાખ્યો. અને જયારે તે ઊંઘતો હતો ત્યારે તેના શરીરમાંથી એક પાંસળી કાઢીને તેની જગ્યાએ માંસ ભર્યું. યહોવા દેવે મનુષ્યની પાંસળીમાંથી સ્ત્રીની રચના કરી. અને તે સ્ત્રીને મનુષ્યની પાસે લાવ્યા. અને મનુષ્યે કહ્યું:“બરાબર માંરા જેવી એક વ્યકિત. તેના હાડકંા માંરા હાડકામાંથી અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે. તેણી નારી કહેવાશે, કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.” આ જ કારણે પુરુષ પોતાના માંતાપિતાને છોડી જાય છે અને પોતાની પત્ની સાથે રહીને તે બંન્ને એક દેહ બની જાય છે.
ઊત્પત્તિ 2:21-24 -
આદમ અને તેની પત્ની હવા વચ્ચે જાતિય સંબંધ થયો અને તે ગર્ભવતી થઈ અને એક બાળકને જન્મ આપ્યો. જેનું નામ તેઓએ ‘કાઈન’ રાખ્યું. હવાએ કહ્યું, “યહોવાની સહાયથી મને પુત્ર મળ્યો છે.” ...આદમે હવા સાથે ફરીવાર જાતિય સંબંધ બાંધ્યો અને હવાએ બીજા એક પુત્રને જન્મ આપ્યો. તેઓએ તે બાળકનું નામ ‘શેથ’ પાડયું. હવાએ કહ્યું, “દેવે મને બીજો પુત્ર આપ્યો છે. કાઈને હાબેલને માંરી નાખ્યો પરંતુ હવે ‘શેથ’ માંરી પાસે છે.”
ઊત્પત્તિ 4:1, 25 -
ફારુને ઇબ્રામની પત્નીને રાખી તેથી યહોવાએ ફારુન અને તેના પરિવારના માંણસો પર ખરાબ બિમાંરીઓ ફેલાવી. તેથી ફારુને ઇબ્રામને બોલાવીને કહ્યું, “તેં માંરી સાથે બહુજ ખોટું કર્યું છે. તેં મને કેમ કહ્યું નહિ કે, સારાય તારી પત્ની છે ?
ઊત્પત્તિ 12:17-18 -
ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી. સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું. એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં.
ઊત્પત્તિ 16:1-3 -
ત્યારે યહોવાએ કહ્યું, “હું વસંતમાં આવતા વરસે પાછો આવીશ. તે સમયે તારી પત્ની સારા એક બાળકને જન્મ આપશે.”સારા તંબુમાં બારણા પાસે ઊભી રહીને આ વાતો સાંભળતી હતી. ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો. એટલે સારા મનોમન હસી. તેને પોતાના પર વિશ્વાસ ન રહ્યો, તેણે પોતાની જાતને કહ્યું, “હું અને માંરો પતિ બંન્ને વૃદ્વ છીએ. હું બાળકને જન્મ આપવા માંટેની ઉમર વટાવી ચૂકી છું.”
ઊત્પત્તિ 18:10-12 -
અને ઓનાનને ખબર હતી કે, એ સંતાનો તેના ગણાશે નહિ. એટલે જયારે જયારે એ પોતાની ભાભી પાસે જતો ત્યારે તે ભૂમિ પર પાડયું જેથી તેના ભાઈની પ્રજા પેદા ન થાય. આ રીતે તે જે કરતો તે યહોવાની દૃષ્ટિમાં ભૂડું હતું. તેથી તેણે તેનું પણ મોંત નિપજાવ્યું.
ઊત્પત્તિ 38:9-10 -
“તમાંરે વ્યભિચાર કરવો નહિ.
નિર્ગમન 20:14 -
“તમાંરા પડોશીના ઘરની લાલસા રાખવી નહિ; તમાંરા પડોશીની પત્ની, કે તેના દાસ, કે તેની દાસી, કે તેનો બળદ, કે તેનું ગધેડું, કે તમાંરા પડોશીની કોઈ પણ વસ્તુની લાલસા રાખવી નહિ.”
નિર્ગમન 20:17 -
પોતાના પિતાની પત્નીઓમાંથી કોઈની સાથે જાતીય સંબંધ કરવો નહિ કારણ કે તેમાં પિતાનું અપમાંન છે. ...“તમાંરે પારકાની સ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો: પરસ્ત્રીથી તમાંરી જાતને અશુદ્ધ ન કરવી.
લેવીય 18:8, 20 -
“જે કોઈ પુરુષ પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે તો તેને અને સ્ત્રીને બંનેને મૃત્યુદંડ આપવો. ...“જો કોઈ પુરુષ અન્ય પુરુષ સાથે સ્ત્રીની જેમ વ્યભિચાર કરે તો તે બંનેએ અમંગળ કર્યુ છે, તેમને મૃત્યુદંડ આપવો. તેમના મૃત્યુ માંટે તેઓ પોતેજ જવાબદાર છે.
લેવીય 20:10, 13 -
“તેમણે વારાંગનાને અથવા કૌમાંર્ય ગુમાંવેલી કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, કારણ યાજક તો દેવને સમર્પિત થયેલ હોય છે.
લેવીય 21:7 -
“જેનું કૌમાંર્ય કાયમ હોય તેવી સ્ત્રી સાથે જ તેને લગ્ન કરવા. તેણે કોઈ વિધવાને, કે વારાંગનાને, કે છૂટાછેડા લીધેલી સ્ત્રીને પરણવું નહિ, પણ પોતાના લોકમાંની જ કોઈ કુમાંરિકા સાથે જ પરણવું.
લેવીય 21:13-14 -
“આ નિયમો સ્વચ્છંદી પત્ની માંટે અથવા જેના પર પતિને વહેમ હોય એવી પત્ની માંટે છે. પછી એ સ્ત્રીએ ખરેખર વ્યભિચાર કર્યો હોય કે ખાલી વહેમ આવ્યો હોય પતિએ આવી સ્ત્રીને યહોવા સમક્ષ લાવવી અને યાજકે ઉપર દર્શાવેલી રીત અનુસાર નક્કી કરવું.
ગણના 5:29-30 -
“કોઈ પુરુષ સ્ત્રી સાથે લગ્ન કરે અને તેની સાથે શારીરિક સંબંધ કર્યા પછી તેના પ્રત્યે અણગમો પેદા થાય, અને તેને બદનામ કરી તેના પર ખોટો આરોપ મૂકે, ‘લગ્ન સમયે તે કુંવારી ન હતી.’ તો તે સ્ત્રીનાં માંતાપિતાએ તે સ્ત્રી અક્ષત હોવાનો પુરાવો ચોરામાં ગામના આગેવાનો સમક્ષ રજૂ કરવો. ત્યાર બાદ પુત્રીના માંબાપે ગામના વડીલોને કહેવું; ‘મે માંરી પુત્રી આ પુરુષને પરણાવી, ને હવે તે તેને ધિક્કારે છે; અને તેે એના પર ખોટું આળ મૂકયું એમ કહીને કે, ‘મને તમાંરી પુત્રી અક્ષત માંલૂમ પડી નથી. પરંતુ આ રહ્યો અમાંરી પુત્રીના અક્ષતપણાનો પુરાવો.’ પછી તેમણે ગામના વડિલો સમક્ષ લોહીથી ખરડાયેલી ચાદર પાથરવી.
પુનર્નિયમ 22:13-17 -
“જો કોઈ પુરુષ સ્ત્રીને પરણ્યો હોય, અને તેની સાથે થોડા સમય સંસાર માંડયા બાદ તેનામાં કંઈં શરમજનક હોવાને કારણે તેને તે પસંદ ના હોય તો તેને છૂટાછેડા લખી આપી ઘરમાંથી કાઢી મૂકી શકે.
પુનર્નિયમ 24:1 -
ત્યારબાદ દાઉદે તેની પત્ની બાથ-શેબાને આશ્વાસન આપ્યું; પછી તે તેની સાથે સૂતો અને થોડા સમય બાદ તેણે એક પુ્ત્રને જન્મ આપ્યો. દાઉદે તેનું નામ સુલેમાંન પાડયું. અને યહોવાને તેના પર પ્રેમ હતો.
2 શમએલ 12:24 -
પરંતુ અબિયાનું બળ વધતું ગયું; તે
2 કાળવ્રત્તાંત 13:21 -
પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે.
ગીતશાસ્ત્ર 128:3 -
ભલે એ તારા ઝરણાઓને ઘણી સંતતિ મેળવવાના આશીર્વાદ મળે. તારી પોતાની યુવાન પત્ની સાથે તું આનંદ માન. જે હરણી જેવી સુંદર અને પર્વતીય મૃગલી જેવી જાજરમાન નારી છે તેના સ્તનોથી તું સદા સંતોષ પામ અને તેના પ્રેમમાં જ તું નિરંતર મગ્ન રહે.
નીતિવચનો 5:18-19 -
એટલે કોઇ તેના પાડોશીની પત્ની પાસે જાય છે, અને તેને સ્પર્શ કરે છે તેને સજા થયા વિના રહેતી નથી.
નીતિવચનો 6:29 -
જે પરસ્ત્રી સાથે વ્યભિચાર કરે છે તે અક્કલ વગરનો છે, તે પોતાની જાતે પોતાનું જીવન બરબાદ કરે છે.
નીતિવચનો 6:32 -
જેને પત્ની મળે તેને સારી ચીજ મળી જાણવી, અને યહોવાની કૃપા પામ્યો જાણવો.
નીતિવચનો 18:22 -
ઘર અને ધન તો પિતા તરફથી વારસામાં મળે છે, પણ ડાહી પત્ની તો યહોવાનુ ઈનામ છે.
નીતિવચનો 19:14 -
કજિયાખોર સ્ત્રીની સાથે ઘરમાં રહેવા કરતાં ધાબાના ખૂણામાં રહેવું વધારે સારું છે.
નીતિવચનો 21:9 -
દુનિયા પર જે ક્ષણિક જીવન તેણે તને આપ્યું છે, તે તારી પત્ની, જેના પર તું પ્રેમ કરે છે, તેની સાથે આનંદથી વિતાવ, કારણ કે દેવે તને જે પત્ની આપી છે તે તારા દુનિયા પરનાં ભારે પરિશ્રમનો ઉત્તમ બદલો છે.
સભાશિક્ષક 9:9 -
તારા ચુંબનોથી તું મને નવડાવી દે; કારણ તારો પ્રેમ દ્રાક્ષારસથી ઉત્તમ છે.
સભાશિક્ષક 1:2 -
મારા મસ્તક નીચે છે તેનો ડાબો હાથ, અને આલિંગન કરે છે મને તેનો જમણો હાથ.
સભાશિક્ષક 2:6 -
સફેદ કમળોની વચ્ચે ચારો ચરતાં હરણના જોડીયાં બચ્ચાં જેવાં છે, જાણે બંન્ને સ્તન તારા. ...હે મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તેં મારું હૃદય હરી લીધું છે. હું તારી આકર્ષક આંખોથી અને તારા ગળાના હારના એક મણકાથી સંમોહિત થઇ ગયો છું. મારી પ્રાણપ્રિયા, મારી નવોઢા, તારો પ્રેમ કેવો મધુર છે! સાચે જ તે દ્રાક્ષારસથીય વધુ મધુર છે, તારા પ્રેમની સુવાસ કોઇ પણ સુગંધિત દ્રવ્યો કરતાં વધારે મધુર છે.
સભાશિક્ષક 4:5, 9, 10 -
હે સંતાનવિહોણી, વાંઝણી સ્ત્રી સમી યરૂશાલેમ નગરી, તું મુકત કંઠે ગીત ગા, આનંદના પોકાર કર; કારણ, યહોવાના આશીર્વચન છે કે, સોહાગણ સ્ત્રી કરતાં ત્યકતાને વધારે સંતાન અવતરશે.
યશાયા 54:1 -
“‘પાછા આવો, ઓ બેવફા બાળકો!” આ હું યહોવા તમને કહું છુ,“હા, હું જ તમારો ધણી છું. હું પ્રત્યેક શહેરમાંથી એક જણને અને દરેક કુટુંબમાંથી હું બે જણને લઇને તેમને સિયોન પર પાછા લાવીશ.
ચર્મિયા 3:14 -
આ યહોવા મારા માલિકના વચન છે: “તેં વસ્ત્રો ઉતારી નાખી તારા દેહને નગ્ન કરી તારા પ્રેમીઓ અને તારી એ ધૃણાજનક મૂર્તિઓ સાથે વ્યભિચાર કર્યો છે, તેં તારા બાળકોનો વધ કરીને એ મૂર્તિઓને ભોગ ધરાવ્યો છે, આથી હું તારો ઉપભોગ કરનાર બધા પ્રેમીઓને-જેઓને તું ચાહતી હતી અને જેઓને તું ધિક્કારતી હતી તે સૌને ભેગા કરીશ. હું તને તેઓની આગળ નગ્ન કરીશ, જેથી તેઓ તારી સર્વ નિર્લજ્જતા જુએ.
યર્મિયાનો વિલાપ 16:36-37 -
યહોવાનો હોશિયાને આ પહેલો સંદેશો હતો. તેણે કહ્યું “જા અને તે વારાંગનાને પરણ; જેને તેની વારાંગનાવૃતિથી સંતાન થયા તેને પોતાનાં કરી લે; કેમ કે, દેશ યહોવાનો ત્યાગ કરીને વારાંગના જેવું વર્તન કર્યું છે, તેઓ યહોવામાં અશ્રદ્ધાળુ થયા છે.
હોશિયા 1:2 -
તમારી માને આજીજી કરો, તેને સમજાવો: કારણકે તે મારી પત્ની નથી, ને હું તેનો ધણી નથી; તેને સમજાવો કે, તે તેનો વારાંગના તરીકેનો વ્યભિચાર બંધ કરે.
હોશિયા 2:2 -
“એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ. પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
માથ્થી 5:31-32 -
અને કહ્યું કે, ‘આના કારણે મનુષ્ય તેના પિતા અને માતાને છોડી દેશે અને તેની પત્ની સાથે જોડાશે, અને તે બે એક દેહ થશે.’ એટલે એ પુરુંષ અને સ્ત્રી અલગ નહિ એક દેહ છે, જેને દેવે લાંબા સમય માટે જોડ્યા છે, કોઈપણ વ્યક્તિએ તેઓને જુદા પાડવા જોઈએ નહિ.”
માથ્થી 19:5-6 -
મારા નામને માટે જેઓએ ઘરો, ભાઈઓ, માતા પિતા, બાળકો, જમીનજાગીરનો ત્યાગ કર્યો છે તેઓ તેના કરતાં ઘણાંજ યોગ્ય છે. તેઓ સોગણું મેળવશે અને અનંતજીવનનો વારસો પામશે.
માથ્થી 19:29 -
“ઉપદેશક, મૂસાએ કહ્યું છે કે, જો કોઈ માણસ નિ:સંતાન મરણ પામે તો તેના ભાઈએ તેની પત્ની સાથે પરણવું જોઈએ. જેથી તેઓ બાળકો મેળવી પોતાના ભાઈ માટે વંશ ઉપજાવે. ...તેઓ જ્યારે મરણમાંથી પુનરુંત્થાન પામશે, ત્યારે તે બધા આકાશમાંના દૂતો જેવા હશે અને લગ્રની વાત જ નહિ હોય.
માથ્થી 22:24, 30 -
તે ફરોશીઓએ કહ્યું, ‘મૂસાએ છૂટાછેડાનું પ્રમાણપત્ર લખ્યા પછી તેની પત્નીથી છૂટાછેડા લેવાની માણસને પરવાનગી આપી છે’ ઈસુએ કહ્યું, ‘મૂસાએ તે આજ્ઞા તમારા માટે લખી છે કારણ કે તમે દેવના ઉપદેશને સ્વીકારવાની ના પાડી. પરંતુ જ્યારે દેવે દુનિયા બનાવી, ‘તેણે તેઓમાં નર અને નારીનું સર્જન કર્યું.’ ‘તેથી માણસ તેના માતાપિતાને છોડીને તેની પત્ની સાથે જોડાશે. અને બે જણ એક બનશે.’ તેથી તેઓ બે નથી પણ એક છે. દેવે તે બેને સાથે જોડ્યા છે. તેથી કોઈ વ્યક્તિએ તેઓને છૂટા નહિ પાડવા જોઈએ.’
માર્ક 10:4-9 -
અને જે સ્ત્રી પોતાના પતિને છૂટાછેડા આપે છે અને બીજા પુરુંષને પરણે છે ત્યારે તે પણ વ્યભિચાર માટે દોષિત છે.’
માર્ક 10:12 -
મંદિરમાં હાન્ના નામની એક પ્રબોધિકા રહેતી હતી. જે આશેરના કુળની ફનુએલની પુત્રી હતી. હાન્ના ઘણી વૃદ્ધ હતી. લગ્નજીવનના સાત વર્ષ પછી તેના પતિનું અવસાન થતાં તે એકલી રહેતી હતી.
લૂક 2:36 -
“જ્યારે કોઈ માણસ તમને લગ્નમાં નિમંત્રણ આપે તો સૌથી મહત્વની બેઠક પર ના બેસો. તે માણસે કદાચ તમારા કરતાં વધારે મહત્વના માણસને નિમંત્રણ આપ્યું હોય.
લૂક 14:8 -
નૂહના સમય દરમ્યાન જ્યારે તે દિવસે નૂહ વહાણમાં પ્રવેશ્યો તે દિવસ સુધી લોકો ખાતા પીતા પરણતા અને પરણાવતા હતા. પછી રેલ આવી અને બધા લોકોનો નાશ થયો.
લૂક 17:27 -
ઈસુ ફરીથી ઊભો થયો ને તેને પૂછયું, “બાઈ, તે બધા લોકો ગયા છે. તેમાંથી કોઈએ તને દોષિત ઠરાવી નથી?” તે સ્ત્રીએ ઉત્તર આપ્યો, “પ્રભુ, તેમાંના કોઈએ મને દોષિત ઠરાવી નથી.”પછી ઈસુએ કહ્યું, “તેથી હું પણ તને દોષિત ઠરાવતો નથી. તું હવે જઈ શકે છે, પણ ફરીથી પાપ કરીશ નહિ.”
યોહાન 8:10-11 -
હું તમને એક દૃષ્ટાંત આપીશ: પરણિત સ્ત્રી જ્યાં સુધી તેનો પતિ જીવતો હોય ત્યાં સુધી તેની સાથે રહેવા બંધાયેલી હોય છે. પરંતુ જો તે સ્ત્રીનો પતિ મરણ પામે તો, પછી પતિ સાથેના સંબંધને લગતા નિયમથી તે સ્વતંત્ર થાય છે. પરંતુ જે સ્ત્રીનો પતિ જીવતો હોય અને જો તેની પત્ની બીજા પુરુંષ સાથે લગ્ન કરે, તો નિયમશાસ્ત્ર કહે છે તેમ, તે સ્ત્રી વ્યભિચારની અપરાધી બને છે. પરંતુ જો એ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે, તો પછી લગ્નના નિયમમાંથી તે સ્ત્રીને મુક્ત કરવામાં આવે છે. આમ, પતિના મૃત્યુ પછી જો તે સ્ત્રી બીજા પુરુંષ સાથે લગ્ર કરે તો તે વ્યભિચારનો અપરાધ ગણાતો નથી.
રોમનોને પત્ર 7:2, 3 -
લોકો ખરેખર આમ બોલી રહ્યા છે કે તમારામાં વ્યભિચારનું પાપ છે. અને વ્યભિચારનું એક એવા ખરાબ પ્રકારનું પાપકર્મ છે કે જે લોકો દેવને જાણતા નથી તેવા લોકોમાં પણ વ્યાપ્ત નથી. લોકો આમ કહે છે કે પેલા માણસ સાથે તેના પિતાની પત્ની છે. અને હજુ પણ તમે તમારી જાત માટે ગૌરવ અનુભવો છો! તમારે તો ઉદાસીથી ઘેરાઈ જવું જોઈતું હતું. અને પેલો માણસ કે જેણે આવું કામ કર્યુ તેનો તમારા જૂથમાંથી બહિષ્કાર કરવો જોઈતો હતો.
1 કરિંથીઓને 5:1, 2 -
તમે નિશ્ચિત રીતે જાણો છો કે લોકો અપકૃત્યો કરશે તે દેવનાં રાજ્યને પ્રાપ્ત નહિ કરી શકે. મૂર્ખ ન બનો. આ લોકો દેવનું રાજ્ય નહિ મેળવી શકે: લોકો કે જે તેમની જાતનો બીજા માણસો દ્વારા જાતીય ઉપયોગ થવા દે છે, લોકો કે જે મૂર્તિ પૂજા કરે છે, લોકો કે જે વ્યભિચાર કરે છે, જે પુરુંષો પોતાની જાતને અન્ય પુરુંષોને સોંપે છે એટલે કે પુરુંષ બીજા પુરુંષ સાથે સજાતીય સંબંધ પ્રસ્થાપિત કરે છે, લોકો જે ચોરી કરે છે, લોકો કે જે સ્વાર્થી છે, લોકો કે જે મધપાનથી ચકચૂર બને છે, લોકો કે જે બીજા લોકોની નિંદા કરે છે, લોકો કે જે બીજાને છેતરે છે.
1 કરિંથીઓને 6:9-10 -
“ભોજન પેટ માટે છે, અને પેટ ભોજન માટે છે.” હા. પરંતુ દેવ બંનેનો વિનાશ કરશે. શરીર અનૈતિક શારીરિક પાપ માટે નથી. શરીર પ્રભુ માટે છે, અને પ્રભુ શરીર માટે છે.
14 દેવે તેના સાર્મથ્યથી પ્રભુ ઈસુને મૃત્યુમાંથી ઉઠાડ્યો. દેવ આપણને પણ ઉઠાડશે.
1 કરિંથીઓને 6:13, 14 -
તેથી વ્યભિચારથી નાસો. અન્ય બીજા જે કઈ પાપ વ્યક્તિ કરે છે તે તેના શરીરની બહાર રહીને કરે છે. પરંતુ જે વ્યક્તિ વ્યભિચાર કરે છે તે તેના પોતાના શરીર વિરુંદ્ધ કરે છે. તમારે જાણવું જોઈએ કે તમારું શરીર તો પવિત્ર આત્માનું મંદિર છે. તમારામાં પવિત્ર આત્માનો વાસ છે. તમને પવિત્ર આત્મા દેવમાંથી પ્રાપ્ત થયેલ છે. તમે પોતે તમારી જાતના ધણી નથી. દેવ દ્વારા તમારું મૂલ્ય ચુકવવામાં આવ્યું છે. તેથી તમારા શરીર દ્વારા દેવને મહિમા આપો.
1 કરિંથીઓને 6:18-20 -
હવે તમે મને જે બાબતો અંગે લખેલું તેની હું ચર્ચા કરીશ. માણસ સ્ત્રીનો સ્પર્શ ન કરે તો સારું. વ્યક્તિ લગ્ન ન કરે તે જ તે વ્યક્તિ માટે વધારે સારું છે.
2 પરંતુ વ્યભિચારનું પાપ ભયજનક છે. તેથી પ્રત્યેક વ્યક્તિને તેની પોતાની પત્ની હોવી જોઈએ. અને દરેક સ્ત્રીને તેનો પોતાનો પતિ હોવો જોઈએ.
1 કરિંથીઓને 7:1, 2 -
પતિએ તેની પત્ની પ્રત્યેની પતિ તરીકેની ફરજોનું પાલન કરવું જોઈએ, અને પત્નીએ પોતાના પતિ તરફની પત્ની તરીકની ફરજોનું પાલન કરવું જોઈએ. પત્નીને પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેના પતિને તેના શરીર પર અધિકાર છે. અને પતિને તેના પોતાના શરીર પર કોઈ અધિકાર નથી. તેની પત્નીને તેના શરીર પર અધિકાર છે. એકબીજાને તમારી કાયા સુપ્રત કરવામાં આનાકાની ન કરો. પરંતુ તમે બને અલ્પ સમય માટે શારીરિક નિકટતા ટાળવામાં સંમત થઈ શકો. તમે આમ કરી શકો જેથી કરીને તમે તમારો સમય પ્રાર્થના માટે ફાળવી શકો. પછી ફરીથી એક બનો. જેથી કરીને શેતાન તમારી નબળાઈમાં તમારું પરીક્ષણ ન કરી શકે.
1 કરિંથીઓને 7:3-5 -
હવે જે લોકો અવિવાહિત છે અને જે વિધવાઓ છે, તેઓને હું કહું છું: તેઓએ મારી માફક એકલા રહેવું જ વધારે સારું છે. પરંતુ જો તેઓ પોતાના શરીરને નિયંત્રણમાં ન રાખી શકતા હોય, તો પછી તેઓએ લગ્ર કરવું જોઈએ. બળવા કરતાં પરણવું વધારે સારું છે. હવે વિવાહિત લોકોને હું આ આજ્ઞા આપું છું (આ આજ્ઞા મારી નહિ પરંતુ પ્રભુ તરફથી છે.) પત્નીએ તેના પતિને છોડવો જોઈએ નહિ. પરંતુ જો પત્ની તેના પતિને છોડે તો તેણે ફરીથી પરણવું નહિ. અથવા તેણે તેના પતિ પાસે પાછા જવું જોઈએ. પતિએ પણ તેની પત્નીને છૂટાછેડા આપવા નહિ.
1 કરિંથીઓને 7:8-11 -
પતિ જે વિશ્વાસુ નથી તેને તેની પત્ની દ્વારા પવિત્ર બનાવવામાં આવ્યો છે. અને પત્ની જે અવિશ્વાસુ છે તેને તેના પતિ દ્વારા પવિત્ર બનાવવામાં આવે છે. જો આ સાચું ન હોત, તો તમારાં બાળકો પવિત્ર ન હોત, પરંતુ હવે તમારાં બાળકો પવિત્ર છે.
1 કરિંથીઓને 7:14 -
તમે ચિંતામાથી મુક્ત થાવ તેવું હું ઈચ્છું છું. જે માણસ વિવાહિત નથી તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે પ્રભુને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ જે માણસ વિવાહિત છે, તે દુન્યવી બાબતોમાં સંકળાયેલો છે. તે પોતાની પત્નીને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. તેણે તે બે વસ્તુઓ વિષે વિચારવું જોઈએ. પત્નીને ખુશ કરવી અને પ્રભુને પ્રસન્ન કરવા. જે સ્ત્રી અવિવાહિત છે અથવા તો એ કન્યા કે જેણે કદી લગ્ન કર્યુ જ નથી, તે પ્રભુના કાર્યમાં વ્યસ્ત છે. તે હેતુપૂર્વક તે શરીર તથા આત્મામાં પવિત્ર થવા માગે છે. પરંતુ પરણેલી સ્ત્રી દુન્યવી બાબતોમાં વ્યસ્ત છે. તે પોતાના પતિને ખુશ કરવાનો પ્રયત્ન કરી રહી છે.
1 કરિંથીઓને 7:32-34 -
સ્ત્રીએ જ્યાં સુધી તેનો પતિ જીવિત હોય ત્યાં સુધી તેણે તેના પતિ સાથે રહેવું જોઈએ. પરંતુ જો પતિ મૃત્યુ પામે તો પત્ની ઈચ્છે તો તે સ્ત્રી કોઈ પણ માણસને પરણવા માટે સ્વતંત્ર છે. પરંતુ તેણે પ્રભુમાં લગ્ન કરવું જોઈએ.
1 કરિંથીઓને 7:39 -
આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત, જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી, અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી.
ગલાતીઓને પત્ર 5:19-21 -
પરંતુ તમારાંમાં વ્યભિચારનું પાપ, અને કોઈ પણ પ્રકારના અયોગ્ય કાર્યો ન હોવાં જોઈએ. અને વધુ ને વધુ મેળવવાની સ્વાર્થી ઈચ્છા પણ તમારામાં ન હોવી જોઈએ. શા માટે? કારણ કે આવી વસ્તુઓ સંતો માટે યોગ્ય નથી.
એફેસીઓને પત્ર 5:3 -
પત્નીઓ, જે રીતે પ્રભૂની સત્તાને આધિન રહો છો તે રીતે તમારા પતિઓની સત્તાને આધિન રહો. જે રીતે ખ્રિસ્ત મંડળીનો અધ્યક્ષ છે, તે રીતે પતિ પત્નીનો અધ્યક્ષ છે. મંડળી ખ્રિસ્તનું અંગ છે. અને ખ્રિસ્ત શરીરનો ત્રાતા છે.
24 મંડળી ખ્રિસ્તની અધ્યક્ષતા નીચે છે. અને તે જ રીતે બધી પત્નીઓ દરેક બાબતમાં તેમના પતિના અધ્યક્ષપણા નીચે હોવી જોઈએ. જે રીતે ખ્રિસ્ત મંડળીને ચાહે છે તે રીતે પતિએ પોતાની પત્નીને ચાહવી જોઈએ.
26 ખ્રિસ્ત મંડળી માટે અને મંડળીને પવિત્ર કરવા મૃત્યુ પામ્યો. ખ્રિસ્તે સુવાર્તાનો ઉપયોગ કર્યો કે જેથી પાણીથી ધોયા જેવી નિર્મળ મંડળી તેની જાતને ભેટ કરી શકે. ખ્રિસ્ત મૃત્યુ પામ્યો કે જેથી તે પોતાની જાતને પૂર્ણ મહિમાવંત નવવધૂની જેમ મંડળીને અર્પણ કરી શકે. તે મૃત્યુ પામ્યો કે જેથી મંડળી કોઈ પણ ઉણપ, પાપ વગરની શુદ્ધ બને કે જેમાં બીજું કોઈ પણ ખોટું તેની સાથે હોય નહિ કે અનાચારી વસ્તુ ન હોય. હરેક પતિએ પણ પોતે પોતાના શરીરને જે રીતે ચાહે છે તે રીતે તેની પત્નીને ચાહવી જોઈએ. જે પુરુંષ તેની પત્નીને ચાહે છે તે પોતાની જાતને ચાહે છે. શા માટે! કારણ કે કોઈપણ વ્યક્તિ પોતાના શરીરને ધિક્કારતી નથી. દરેક વ્યક્તિ પોતાના શરીરનુ પાલનપોષણ કરે છે અને તેની કાળજી રાખે છે અને ખ્રિસ્ત મંડળી માટે પણ આમ જ કરે છે. કારણ કે આપણે તેના શરીરના અવયવો છીએ. પવિત્ર શાસ્ત્ર તેથી જ આમ કહે છ કે, “માણસ પોતાના માતાપિતાને છોડશે અને તેની પત્ની સાથે જોડાશે. અને તેઓ બન્ને એક દેહ થશે.” હું ખ્રિસ્ત અને મંડળી વિષેના ગૂઢ સત્યની વાત કરું છું જે ખૂબ જ મહત્વનું છે. પરંતુ તમારામાંના પ્રત્યેકે તેની પત્નીને પોતાની જાતની જેમ પ્રેમ કરવો જોઈએ. અને દરેક પત્નીએ પોતાના પતિને માન આપવું જોઈએ.
એફેસીઓને પત્ર 5:22-33 -
એ માટે પૃથ્વી પરના તમામ અવયવો, એટલે વ્યભિચાર, અશુદ્ધતા, વિષયવાસના, ભૂંડી ઈચ્છા તથા દ્રવ્યલોભ જે મૂર્તિપૂજા છે, તેઓને મારી નાખો.
કલોસ્સીઓને પત્ર 3:5 -
દેવ ઈચ્છે છે કે, તમે પવિત્ર થાઓ. તમે વ્યભિચારથી દૂર રહો તમે તે ઈચ્છે છે. તમારામાંની દરેક વ્યક્તિ શરીર પર નિયંત્રણ રાખવાનું શીખે તેમ દેવ ઈચ્છે છે. તમારા શરીરનો પવિત્રતામાં ઉપયોગ કરો કે જે દેવને સમ્માનિત કરે છે. તમારા શરીરનો ભોગ વિલાસ માટે ઉપયોગ ન કરો. જે લોકો દેવને જાણતા નથી તે તેમના શરીરનો તેવો ઉપયોગ કરે છે.
1 થેસ્સલોનિકીઓને 4:3-5 -
જે લોકો વ્યભિચારનું પાપ કરતા હોય, જેઓ પુંમૈથુનીઓ હોય, જેઓ ગુલામોને વેચતા હોય જેઓ જૂઠ બોલતા હોય, જેઓ ખોટા સમ લેતા હોય છે અને દેવના શુદ્ધ ઉપદેશની વિરૂદ્ધમાં કઈ પણ કરતા લોકો માટે નિયમ છે.
1 તિમોથીને 1:10 -
મંડળીનો અધ્યક્ષ ઘણો સજજન હોવો જોઈએ જેથી લોકો તેની ટીકા કરી ન શકે. તેને એકજ પત્ની હોવી જોઈએ. તે માણસ આત્મ-સંયમી અને ડાહ્યો હોવો જોઈએ. બીજા લોકોની નજરમાં તે માનનીય, આદરણીય હોવો જોઈએ. લોકોને પોતાના ઘરમાં આવકારીને તેઓને મદદ કરવા તે તત્પર રહેવો જોઈએ. તે એક સારો શિક્ષક હોવો જોઈએ. ...સેવકો તરીકે સેવા આપનાર પુરુંષોને એકજ પત્ની હોવી જોઈએ. તેઓનાં પોતાનાં બાળકો અને કુટુંબોના તેઓ સારા વડીલ તરીકે નીવડેલા હોવા જોઈએ.
1 તિમોથીને 3:2, 12 -
વડીલ થવા માટે એ વ્યક્તિ કોઈ પણ ખરાબ કામ માટે અપરાધી ઠરેલી ન હોવી જોઈએ. એ માણસને એક જ પત્ની હોવી જોઈએ. તેનાં બાળકો વિશ્વાસી હોવાં જોઈએ. તેનાં બાળકો ઉદ્ધત અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનારાં હોવાં ન જોઈએ.
તિતસનં પત્ર 1:6 -
સર્વમાં લગ્ન માન યોગ્ય માનો. લગ્નમાં બે જણ વચ્ચેના સંબંધો શુદ્ધ હોવા જોઈએ. જેથી બિછાનું નિર્મળ રહે; કેમ કે દેવ લંપટોનો તથા વ્યભિચારીઓનો ન્યાય કરશે.
હિબ્રૂઓને પત્ર 13:4 -
તે જ રીતે તમારે પતિઓએ પણ તમારી પત્નીઓ સાથે સમજણપૂર્વક રહેવું જોઈએ. તમારી પત્નીઓ પ્રત્યે તમારે માન દર્શાવવું જોઈએ. તેઓ તમારા કરતાં નબળું પાત્ર છે. પરંતુ જે દેવના આશીર્વાદ તમને લભ્ય છે તે તેઓને પણ લભ્ય છે, અને એ કરૂણા પણ જે તમને સાચું જીવન બક્ષે છે. આમ કરો કે જેથી તમારી પ્રાર્થનામાં કોઈ મુશ્કેલી ઊભી નહિ થાય.
1 પિતરનો પત્ર 3:7 -
છતાં પણ મારે તારી વિરુંદ્ધ આટલું છે કે; તું ઈઝબેલ નામની સ્ત્રીને તેની ઈચ્છા મુજબ કરવા દે છે. તે કહે છે કે તે એક પ્રબોધિકા છે. પણ તે મારા લોકોને તેના ઉપદેશ વડે ભમાવે છે. ઈઝબેલ મારા લોકોને વ્યભિચારનું પાપ કરવાને તથા મૂતિર્ઓના નૈવેદ ખાવા માટે દોરે છે.
પ્રકટીકરણ 2:20 -
આ લોકોએ પસ્તાવો કર્યો નહિ. તેઓએ બીજા લોકોને મારી નાખવાનું બંધ કર્યુ નથી. તેઓએ તેમની દુષ્ટ જાદુક્રિયા, પોતાના વ્યભિચારનાં પાપો અને પોતાની ચોરીઓ વિષે પસ્તાવો કર્યો નહિ
પ્રકટીકરણ 9:21 -
તેના ન્યાય ચૂકાદા સત્ય તથા બરાબર છે. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે. તેણે દુનિયાને તેનાં વ્યભિચારનાં પાપથી ભ્રષ્ટ કરી. આપણા દેવે વેશ્યાને શિક્ષા કરી છે અને તેના સેવકોના લોહીનો બદલો તેની પાસેથી લીધો છે.”
પ્રકટીકરણ 19:2