મુશ્કેલી સમયમાં


 • એલિયા માંરફતે યહોવાએ જે ભવિષ્યવાણી કરી હતી તે સાચી પડી અને તે પ્રમાંણે લોટની બરણી અને તેલનો કૂંજો કદી ખાલી થયા નહિ.
  1 રાજઓ 17:16
 • તેઓ તમને દુકાળના સમયે મૃત્યુમાંથી અને યુદ્ધના સમયે તરવારના ત્રાસમાંથી બચાવી લેશે.
  અયૂબ 5:20
 • યહોવા, ત્રાસીને હેરાન થયેલા લોકોને કિલ્લારૂપ થશે, તે સર્વ સંકટોમાં સહુ લોકોના ગઢ થશે. 10 જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી.
  ગીતશાસ્ત્ર 9:9, 10
 • યહોવાને યથાથીર્ઓના સર્વ પ્રસંગોની ખબર છે, તેની દ્રૃષ્ટિમાં તેઓ નિદોર્ષ છે, તેઓનો વારસો સદાય ટકી રહેશે 19 યહોવા તેઓની વિકટ સંજોગોમાં પણ કાળજી રાખે છે, દુકાળનાં સમયે પણ તે સવેર્ તૃપ્ત થશે.
  ગીતશાસ્ત્ર 37:18, 19
 • હું જુવાન હતો અને હવે વૃદ્ધ થયો છું. છતાં ન્યાયીને તરછોડ્યા હોય કે તેનાં સંતાન ભીખ માંગતા હોય એવું કદાપિ મેં જોયું નથી.
  ગીતશાસ્ત્ર 37:25
 • દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે. માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય, અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી. 3 ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે, ને પર્વતો ધ્રુજી ઉઠે.
  ગીતશાસ્ત્ર 46:1-3
 • હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો, અને તમારી શું મનોકામના છે તે તેને કહો. આપણા સૌનો આશ્રય દેવ છે.
  ગીતશાસ્ત્ર 62:8
 • હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.”
  ગીતશાસ્ત્ર 91:2
 • યહોવાએ મેઘસ્તંભથી તેઓ પર છાયા કરી; અને રાત્રે પ્રકાશ માટે અગ્નિસ્તંભ આપ્યો. 40 જ્યારે તેઓએ માંગ્યુ ત્યારે લાવરીઓે લાવ્યાં; અને આકાશમાંની માન્ના રૂપે રોટલીઓથી તૃપ્ત કર્યા. 41 તેમણે ખડક તોડ્યો એટલે ત્યાં પાણી નીકળ્યું; જે નદી થઇને સૂકી ભૂમિમાં વહેવા લાગ્યું.
  ગીતશાસ્ત્ર 105:39-41
 • “હું તમારી તરસ છીપાવવા ભૂમિ પર પુષ્કળ પાણી વરસાવીશ. સૂકી ધરતી પર ઝરણાં વહાવીશ. તારી સંતતિ ઉપર હું મારી શકિત ઉતારીશ. તારા વંશજો પર મારા આશીર્વાદ વરસાવીશ.
  યશાયા 44:3
 • જે ઘાસ આજે છે તે આવતીકાલે કરમાઈ જશે, તો તેને અગ્નિમાં બાળી દેવામાં આવશે એવા ઘાસની કાળજી દેવ રાખે છે તો હે માનવી, એ દેવ તારી કાળજી નહિ રાખે? તેના ઉપર આટલો ઓછો વિશ્વાસ રાખશો નહિ. “તેથી તમે ચિંતા રાખશો નહિ અને કહેશો નહિ, ‘અમે શું ખાઈશું?’ ‘અમે શું પીશું?’ અથવા ‘અમે શું પહેરીશું?
  માથ્થી 6:30, 31
 • શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! 36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ. લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી. દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે. હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.
  રોમનોને પત્ર 8:35-39
 • અમે ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલા છીએ. પરંતુ અમે હાર્યા નથી. ધણીવાર શું કરવું તે અમે જાણતા નથી. પરંતુ અમે હતાશ થતા નથી. ધણીવાર અમે પીડિત થયા છીએ, પરંતુ દેવે અમારો ત્યાગ નથી કર્યો. ધણીવાર અમે ધવાયા છીએ પરંતુ અમારો સર્વનાશ નથી થયો.
  2 કરિંથીઓને 4:8, 9
 • તે સ્ત્રી અરણ્યમાં એક જગ્યા જે દેવે તેના માટે તૈયાર કરી હતી, ત્યાં નાસી ગઈ. ત્યાં અરણ્ય માં 1.260 દિવસો સુધી તેની સંભાળ રાખવામાં આવશે.
  પ્રકટીકરણ 12:6
 • એમણે ગાઢ વાદળામાં પાણી ભર્યું છે અને છતાં પાણીના ભારથી વાદળ ફૂંટતા નથી. દેવ આખા રાજ્યાસનને ઢાંકી દે છે. તે તેના પર વાદળાંઓ પાથરી અને સંતાડી દે છે. દેવે સમુદ્ર પર જે જગ્યાએ પ્રકાશ અને અંધકાર મળે છે, ગોળાકાર જેવી ક્ષિતિજ અંકિત કરી.
  અયૂબ 26:8-10
 • દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે. માટે જ્યારે પૃથ્વી પર ભારે ધરતીકંપ થાય, અને પર્વતો તૂટી ને સમુદ્રમાં પડે, તો પણ આપણે સૌએ ડરવાની જરૂર નથી. ભલે સમુદ્રનાં પાણી વિશાળકાય મોજાથી ગર્જના કરે, ને પર્વતો ધ્રુજી ઉઠે.
  ગીતશાસ્ત્ર 46:1-3
 • સમુદ્રના ગર્વ પર તમે અધિકાર ચલાવો છો; તમારા શબ્દોચ્ચાર તોફાની ઊછળતાં મોજાઓને શાંત કરે છે.
  ગીતશાસ્ત્ર 89:9
 • તમે વધુ ગર્જના કરતાં સમુદ્રોથી વધારે શકિતશાળી છો, અને સમુદ્રોનાઁ મોજાઁઓથી વધારે બળવાન. ઉપરવાળો દેવયહોવા,પરમ ઊંચામાં પરાક્રમી છે.
  ગીતશાસ્ત્ર 93:4
 • તેણે તોફાનને અટકાવ્યા તથા મોજાઓને શાંત કર્યા છે.
  ગીતશાસ્ત્ર 107: 29
 • દિવસ દરમ્યાન તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે યહોવાનો મહિમા ચંદરવાની જેમ છવાઇ જશે.
  યશાયા 4:6
 • પણ હે યહોવા, તડકામાં તમે નિર્ધનોનો પડછાયો છો, મુશ્કેલીઓમાં તમે દુ:ખી લોકોનો આશ્રય છો, વાવાઝોડા સામે રક્ષણ છો, તમે નિર્દય લોકો સામે તેમને આશ્રય આપો છો જેઓ શિયાળાના ધોધમાર વરસાદ જેવા છે.
  યશાયા 25:4
 • જ્યારે તું અગાધ જળમાં થઇને પસાર થતો હશે, ત્યારે હું તારી સાથે રહીશ, તું નદીમાં થઇને જતો હશે, ત્યારે તેના વહેણ તને તાણી નહિ લઇ જાય, અગ્નિમાં થઇને તું ચાલશે તો તું દાઝી નહિ જાય; જવાળાઓ તને બાળશે નહિ.
  યશાયા 43:2
 • યહોવા ભલા છે; મુશ્કેલીના સમયમાં તે આપણને આશ્રય આપે છે!તેને શરણે આવનારનું તે ધ્યાન રાખે છે.
  નાહૂમ Nahum 1:7
 • ઈસુએ કહ્યું કે, ‘તમે શા માટે ભયભીત થાઓ છો? તમને પૂરતો વિશ્વાસ નથી?” પછી ઈસુ ઉભો થયો અને પવન અને મોંજાને ધમકાવ્યા, પછી સમુદ્ર સંપૂર્ણ શાંત થઈ ગયો. 27 આથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા, અરે આ માણસ કેવા પ્રકારનો છે? જેની આજ્ઞાને પવન અને સમુદ્ર પણ માને છે!”
  માથ્થી 8:26, 27
 • ધ્યાનથી સાંભળો! મેં તમને સર્પો અને વીંછીઓ પર ચાલવાનો અધિકાર આપ્યો છે. મેં તમને શત્રુંની બધી જ તાકાત કરતાં વધારે તાકાત આપી છે. તમને કશાથી ઇજા થનાર નથી.
  લૂક 10:19