નિરાશામાં પ્રાર્થના


  • જેઓ તમારૂં નામ જાણે છે તેઓ તમારો વિશ્વાસ કરશે, કારણકે તમારી પાસે મદદ માટે આવેલાંઓને તમે કયારેય તરછોડયા નથી. ગીતશાસ્ત્ર 9:10
  • યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે, અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે. ગીતશાસ્ત્ર 34:17
  • મારા સંકટના ટાણે હું તમને પોકાર કરીશ, ને મને ખાતરી છે કે તમે મને ઉત્તર આપશો. ગીતશાસ્ત્ર 86:7
  • તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ; સંકટમાં હું તેની સાથે રહીશ અને તેને છોડાવીને સન્માનીશ. ગીતશાસ્ત્ર 91:15
  • જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે. યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે. ગીતશાસ્ત્ર 145:18, 19