શિસ્ત


  • - કારણ કે યહોવા જેના ઉપર પ્રેમ રાખે છે તેને ઠપકો દે છે, જેમ બાપ પોતાના દીકરાને, જે તેને ખુબ પ્યારો છે, તેને ઠપકો આપે છે.
    નીતિવચનો 3:12
  • - જે પોતાના બાળકને શિસ્તપાલનની કેળવણી માટે સોટી મારતો નથી તે પોતાના બાળકનો દુશ્મન છે; પરંતુ તેના પર પ્રીતિ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
    નીતિવચનો 13:24
  • - સુધારવાની આશા હોય ત્યાં સુધી તમારા બાળકને શિક્ષા કરજો; તેને પોતાની જાતને વિનાશ કરવામાં મદદ કરશો નહિ.
    નીતિવચનો 19:18
  • - બાળકના હૃદયમાં મૂર્ખાઇ વસે છે પરંતુ શિસ્તનો દંડો તેનામાંથી તેને દૂર હાંકી કાઢશે.
    નીતિવચનો 22:15
  • - બાળકને ઠપકો આપતાં વિચલીત થઇશ નહિ. જો તું તેને ફટકારીશ તો તે કંઇ મરી જશે નહિ.
    નીતિવચનો 23:13
  • - પિતાઓ, તમારા બાળકોને ચીડવો નહિ. જો તમે તેમના પ્રત્યે કઠોર બનશો, તો પછી તેઓ પ્રયત્નો કરવાનું જ છોડી દેશે.
    કલોસ્સીઓને પત્ર 3:21
  • - તે તેના પોતાના કુટુંબનો પણ એક સારો વડીલ હોવો જોઈએ. આનો અર્થ એ છે કે તેના બાળકો પૂરા આદરભાવથી તેની આજ્ઞા પાળતા હોવા જોઈએ.
    1 તિમોથીને 3:4
  • વળી દેવે તમને તેના બાળકો ગણીને કહેલાં ઉત્તેજનાદાયક વચનો ભૂલી ના જાઓ અને તેનો તિરસ્કાર પણ ના કરો:“મારા દીકરા, દેવ તને શિક્ષા કરે ત્યારે ગુસ્સે ના થા, અને જ્યારે દેવ તેને ભૂલ બતાવે ત્યારે પ્રયત્ન કરવાનો બંધ ના કર. 6 દેવ જેને ચાહે છે તે દરેકને શિક્ષા કરે છે, અને જેને તે પુત્ર તરીકે સ્વીકારે છે તે દરેક માણસને તે શિક્ષા કરે છે.” નીતિવચનો 7 દેવ પિતાની શિક્ષા સમજી દરેક પીડાઓ સહન કરો. દરેક પુત્રોને તેમના પિતા શિક્ષા કરે છે એ રીતે દેવ તમને પિતાની માફક શિક્ષા કરે છે. 8 જો તમને શિક્ષા થએલ નથી (દરેક પુત્રને શિક્ષા થશે), તો તમે દાસી પુત્રો છો અને ખરા પુત્રો નથી. 9 આપણા સંસારી પિતા આપણને શિક્ષા કરે છે છતાં આપણે તેનું માન જાળવીએ છીએ. તો પછી સાચું જીવન જીવવા માટે આપણા આત્માઓના
    હિબ્રૂઓને પત્ર 12:5-9
  • - મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.”
    ગીતશાસ્ત્ર 34:11
  • જુવાન માણસ કેવી રીતે પોતાનું જીવન શુદ્ધ રાખી શકે? તમારા વચનોને અનુસરીને તે કરી શકે છે.
    ગીતશાસ્ત્ર 119:9
  • યહોવા મારા જીવનને માટે તેમની યોજનાઓ સાકાર કરશે. હે યહોવા, તમારી કૃપા, સદાકાળ વહેતી રહે છે; મને તરછોડશો નહિ; કારણ તમે જ મારા ઉત્પન્નકર્તા છો.
    ગીતશાસ્ત્ર 138:8
  • અમારા પુત્રો પોતાની યુવાવસ્થામાં વધેલા રોપા જેવા થાઓ; અમારી પુત્રીઓ રાજમહેલના શણગારેલી ખૂણાની થાંભલીઓ જેવી થાઓ.
    ગીતશાસ્ત્ર 144:12
  • મારા દીકરા! મારો ઉપદેશ ભૂલી જઇશ નહિ. પરંતુ તારા હૃદયમાં મારી આજ્ઞાઓને સંઘરી રાખજે,
    નીતિવચનો 3:1
  • માટે હે મારા દીકરાઓ, મારું સાંભળો; કારણ કે જેઓ મારા માગેર્ ચાલે છે તેઓ સુખ પામે છે. 33 મારો ઉપદેશ સાંભળીને જ્ઞાની થાઓ, અને સુધારણાની ઉપેક્ષા કરશો નહિ.
    નીતિવચનો 8:32-33
  • બાળકને યથાર્થ માર્ગ વિષે શિક્ષણ આપો તો એ જ્યારે વૃદ્ધ થશે ત્યારે પણ તે માર્ગ તે છોડશે નહિ.
    નીતિવચનો 22:6
  • “તારાં બધાં સંતાનો મારા પોતાના શિષ્યો બનશે, અને તેઓ સુખશાંતિ અનુભવશે;
    યશાયા 54:13
  • જ્યારે તેઓએ ભોજન પૂરું કર્યુ, ઈસુએ સિમોન પિતરને કહ્યું, “સિમોન, યોહાનના દીકરા, શું તું મને આ બીજા પુરુંષો કરતાં વધારે હેત કરે છે?”પિતરે ઉત્તર આપ્યો, “હા, પ્રભુ, તું જાણે છે કે હું તને હેત કરું છું.”પછી ઈસુએ પિતરને કહ્યું, “મારા હલવાનોની સંભાળ રાખ.”
    યોહાન 21:15
  • જુવાન માણસને જે ખરાબ કામો કરવાનું મન થતું હોય છે તેવી બાબતોથી તું દૂર રહેજે. યોગ્ય રીતે જ જીવન જીવવાનો અને વિશ્વાસ, પ્રેમ, અને શાંતિ પ્રાપ્ત કરવાનો તું ખૂબ પ્રયત્ન કરજે. શુદ્ધ હ્રદયથી પ્રભુમાં વિશ્વાસ ધરાવતા લોકોની સાથે રહીને તું આ બધું કરજે.
    2 તિમોથીને 2:22
  • જ્યારે હું સાંભળું છું કે મારાં બાળકો સત્યના માર્ગને અનુસરે છે ત્યારે મને હંમેશા સૌથી વધુ આનંદ થાય છે.
    3યોહાન 1:4
  • અને તમાંરાં સંતાનોને તે શીખવો, તમે ઘરમાં હોય કે રસ્તે ચાલતા હોય સુતાં હોય કે જાગતાં હોય, તેનું રટણ કરતા રહો.
    પુનર્નિયમ 6:7
  • હું જે આ સર્વ આજ્ઞાઓ તમને કહું છું તેનું પાલન કરવામાં કાળજી રાખવી, યાદ રાખો, યહોવા તમાંરા દેવની દૃષ્ટિમાં જે સારું અને યોગ્ય છે તે તમે કરશો તો તમને અને તમાંરાં સંતાનોને સદાસર્વદા બધુ સારું થાય.
    પુનર્નિયમ 12:28
  • તેણે કહ્યું, “આજે મેં તમાંરી સમક્ષ જે વચનો ઉચ્ચાર્યા છે તે હૈયે કોતરી રાખજો, તમાંરા વંશજોને આ નિયમનાં વચનોનું પાલન કરવાનું જણાવજો. 47 આ નિયમો ફકત શબ્દો જ નથી, તે તમાંરું જીવન છે! તેને આધિન થઈને પાલન કરશો તો યર્દન નદી ઓળંગીને જે દેશનો, તમે કબજો મેળવશો તેમાં તમે દીર્ઘકાળ સુખી અને સમુદ્વ આયુષ્ય ભોગવશો.”
    પુનર્નિયમ 32:46, 47
  • ત્યારે મારા પિતાએ મને શિક્ષણ આપીને કહ્યું હતુ કે, “તારા હૃદયમાં મારા શબ્દો સંઘરી રાખજે, અને મારા આજ્ઞાઓને રાખજે અને તું જીવીશ. જ્ઞાન પ્રાપ્ત કર, બુદ્ધિ સંપાદન કર; મારું કહ્યું યાદ રાખજે, એમાંથી જરાય ચળીશ નહિ.
    નીતિવચનો 4:4, 5
  • નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.
    નીતિવચનો 20:7
  • જ્યારે મેં જોયંુ કે શું થઇ રહ્યું છે, ત્યારે મેં ઉભા થઇને ઉમરાવો, અધિકારીઓ, અને બીજા લોકોને ઉદૃેશીને કહ્યું, “તમારે તે લોકોથી ડરવું નહિ; આપણા યહોવા કેવા મહાન અને ભયાવહ છે તે યાદ કરીને તમારા દેશબંધુઓ અને પુત્રો, પુત્રીઓ માટે, તથા પત્નીઓ અને તમારા ઘર માટે લડજો.”
    નહેમ્યા 4:14
  • પિતાઓ, તમારા બાળકો સાથે એવી રીતે ના વર્તો કે તેઓ ગુસ્સે થાય, તેને બદલે તેઓને સારી તાલીમ અને પ્રભુના શિક્ષણથી ઉછેરો.
    એફેસીઓને પત્ર 6:4
  • મેં જે જે બાબતોનો ઉપદેશ આપ્યો છે તે તેં સાંભળ્યો છે. બીજા અનેક લોકોએ પણ એ બધું સાંભળ્યું છે. તારે એ જ બાબતો લોકોને શીખવવી જોઈએ. જે કેટલાએક લોકો પર તું વિશ્વાસ મૂકી શકે તેઓને તું એ ઉપદેશ આપ. પછી તેઓ બીજા લોકોને એ બાબતો શીખવી શકશે.
    2 તિમોથીને 2:2