સુખ


 • - પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો- તેમને હંમેશ માટે આનંદિત કરો, તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
  ગીતશાસ્ત્ર 5:11
 • - તમે પોતેજ મને જણાવો છો, જીવનમાં ક્યા માગેર્ મારે જવું. તમારી હાજરીથી સંપૂર્ણ આનંદ છે. તમારી જમણી બાજુએ અનંતકાલીન અને અસીમ સુખો છે.
  ગીતશાસ્ત્ર 16:11
 • - તેમનો કોપ તો કેવળ ક્ષણિક છે, પણ તેમની કૃપા “જીવન”ભર માટે છે. રૂદન ભલે આખી રાત રહે, પણ સવારમાં હર્ષાનંદ થાય છે.
  ગીતશાસ્ત્ર 30:5
 • - જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે; તેઓ હર્ષનાદ કરતાં કરતાં લણશે.
  ગીતશાસ્ત્ર 126:5
 • - જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે. 2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે.
  ગીતશાસ્ત્ર 128:1, 2
 • - યહોવાએ જે લોકોની ખંડણી ચૂકવી છે; તેઓ અનંતકાળ સુધી આનંદના ગીતો ગાતાં આ માગેર્ થઇને સિયોનમાં પોતાને ઘેર જશે. કારણ કે તેઓનાં સર્વ દુ:ખો અને તેમની પાછળ હષોર્લ્લાસ હશે; દુ:ખ અને શોક જતા રહેશે.
  યશાયા 35:10
 • - મેં તમને આ વચનો કહ્યાં છે જેથી મને જે આનંદ મળે છે તે જ આનંદ તમને મળે. હું ઈચ્છું છું કે તમારો આનંદ સંપૂર્ણ થાય.
  યોહાન 15:11
 • - દેવના રાજ્યમાં ખાવું અને પીવું એ અગત્યની બાબતો નથી. તેનાં કરતાં અગત્યની બાબતો દેવના રાજ્યમાં તો દેવની સાથે ન્યાયી થવું અને શાંતિ અને પવિત્ર આત્મામાં આનંદ અનુભવવો તે છે.
  રોમનોને પત્ર 14:17