રક્ષણ
- ‘માંરા કાનૂનો અને માંરા નિયમોનું પાલન કરશો અને તેનો અમલ કરશો તો તમે દેશમાં સુરક્ષિત રહી શકશો;
લેવીય 25:18 -
પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, “તે યહોવાનો પ્રિય છે, દેવના રક્ષણમાં તે સુરક્ષિત છે. પરાત્પર દેવ સદાય તેનું રક્ષણ કરે છે. અને એ તેના ખોળામાં વસે છે.”
પુનર્નિયમ 33:12 -
કૃપા કરીને તમાંરા સેવકના કુળને તમાંરી સમક્ષ સદા રહેવા માંટે આશીર્વાદ આપો, કારણકે તમે માંરા દેવે આમ કહ્યું હતું, તમે માંરા કુળને યુગો પર્યંત કાયમ રહે એવા આશીર્વાદ આપ્યા છે.”
2 શમએલ 7:29 -
દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
2 શમએલ 8:6 -
તું જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં હું તારી સાથે રહ્યો છું. અને તારી આગળના બધા દુશ્મનોનો મેં નાશ કર્યો છે. હું તને પૃથ્વીના મહાપુરૂષો જેવો વિખ્યાત બનાવીશ.
1 કાળવ્રત્તાંત 17:8 -
કારણ રાજા યહોવાનો ભરોસો કરે છે. અને તેને કદીય પરાત્પર દેવની કૃપાથી વંચિત કરવામાં નહિ આવે. 8 તમે તમારા તમામ શત્રુઓને પકડી લેશો અને તમારો જમણો હાથ શોધી કાઢશે કે કોણ તમને ધિક્કારે છે. 9 જયારે તમે પ્રગટ થશો ત્યારે તેઓ તમારી પવિત્ર ઉપસ્થિતિના દિવ્ય અગ્નિમાં નાશ પામશે. યહોવા પોતાના કોપથી તેઓને ગળી જશે અને તેમનો કોપાજ્ઞિ તેમને બાળીને રાખ કરી દેશે.
ગીતશાસ્ત્ર 21:7-9 -
પરંતુ રાજા દેવમાં આનંદ કરશે, અને તેમાંના દરે કે જેણે તેમને આજ્ઞાંકિત રહેવા વચન આપ્યાં, તે તેમની સ્તુતિ કરશે, અને જૂઠાઓનાં મોંઢા બંધ કરી દેવાશે.
ગીતશાસ્ત્ર 63:11 -
દાઉદની શકિત આ જગાએ, મજબૂત બનશે. “મારા અભિષિકત માટે મેં દીવો તૈયાર કર્યો છે.” તેના શત્રુઓને હું શરમથી ઢાંકી દઇશ; પણ તે પોતે એક ગૌરવી રાજા બનશે.
ગીતશાસ્ત્ર 132:17, 18 -
તે રાજાઓને તારણ આપે છે; તે પોતાના સેવક દાઉદને ઘાતકી તરવારથી બચાવનાર છે.
પુનર્નિયમ 33:27 -
સનાતન દેવ તમાંરો રક્ષક છે, તેના અનંત બાહુ તને ઝીલી લે છે. તેણે દુશ્મનોને તારી આગળથી હાકી કાઢયા છે, અને તને એમનો વિનાશ કરવાની આજ્ઞા કરી છે.
ગીતશાસ્ત્ર 144:10 -
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.
ગીતશાસ્ત્ર 4:8 -
મેં યહોવાને સદા મારી સામે રાખ્યા છે તેથી મને કદી પડવાનો કે ઠોકર ખાવાનો ડર નથી. હું તેમના જમણા હાથ પાસે જ છું, ત્યાંથી મને કોઇ ખસેડી શકે તેમ નથી.
ગીતશાસ્ત્ર 16:8 -
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે.
ગીતશાસ્ત્ર 34:7 -
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
ગીતશાસ્ત્ર 46:1 -
દેવ આપણો આશ્રય તથા આપણું સાર્મથ્ય છે; આપણે અનુભવ કર્યો છે કે, સંકટ સમયનાં તેઓ સાથી, ત્વરિત મદદ કરનાર હાજરાહજૂર છે.
ગીતશાસ્ત્ર 91:9, 10 -
જો યહોવા ઘર ન બાંધે તો; બાંધનારાઓનો શ્રમ વ્યર્થ છે, અને જો યહોવા નગરનું રક્ષણ ન કરે તો; ચોકીદારનો ચોકી પહેરો સમયની બરબાદી છે!
ગીતશાસ્ત્ર 127:1 -
કારણ કે યહોવા તારી જોડે રહેશે અને તારા પગને ફસાઇ જતાં બચાવશે.
નીતિવચનો 3:26 -
યહોવાનાં ભયમાં ઢ વિશ્વાસ સમાયેલો છે. તેનાં સંતાનને તે આશ્રય આપે છે.
નીતિવચનો 14:26 -
યહોવાનું નામ મજબૂત કિલ્લો છે, જ્યાં ભાગી જઇને સજ્જન સુરક્ષિત રહે છે.
નીતિવચનો 18:10 -
યુદ્ધના દિવસ માટે ઘોડો તૈયાર કરવામાં આવે છે પરંતુ વિજય તો યહોવાના હાથમાં હોય છે.
નીતિવચનો 21:31 -
દેવનું પ્રત્યેક વચન પરખેલું છે; જેઓ તેમનામાં આશ્રય શોધે છે તેમના માટે તે ઢાલ છે.
નીતિવચનો 30:5 -
પરંતુ પોતાના સેવક પ્રબોધકોને પોતાના મનસૂબાની જાણ કર્યા વિના સૈન્યોનો દેવ યહોવા કશું જ કરતો નથી.
આમોસ 3:7 -
દેવનું સંપૂર્ણ બખ્તર (રક્ષણ) પહેરો કે જેથી તમે શેતાનની દુષ્ટ ચાલબાજી સામે લડી શકો. આપણું આ યુદ્ધ આ પૃથ્વીના લોકો સામે નથી. પરંતુ આપણે તો અંધકારના અધિપતિઓની, અધિકારીઓ અને તેઓની સત્તાઓ સામે આકાશી સ્થાનોમાં દુષ્ટતાનાં આત્મિક લશ્કરો સામે આપણે લડી રહ્યા છીએ.
એફેસીઓને પત્ર 6:11, 12