પ્રશંસા
- પછી તેણે તેમને કહ્યુ કે, “હવે આગળ વધો, સારું સ્વાદિષ્ટ ભોજલ ખાઓ, પીઓ અને જેઓની સ્થિતિ ન હોય તેમને સૌને માટે મિષ્ટાન મોકતવામાં આવ્યા, કારણ, આજ્નો દિવસ આપણા યહોવાનો પવિત્ર દિવસ છે. ઉદાસ થશો નહિ, કારણ, યહોવાનો આનંદ એ જ તમારું બળ છે.” 
નહેમ્યા Nehemiah 8:10 - 
હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ. 
ગીતશાસ્ત્ર 34:1 - 
હજે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારંુ તારણ બતાવીશ.” 
ગીતશાસ્ત્ર 50:23 - 
প યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો!  2 તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો.  3 રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો.  4 ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો.  5 તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ, ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો!  6 શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો, તમે સૌ યહોવાની સ્તુતિ કરો! 
ગીતશાસ્ત્ર 150 - 
હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં. 
ગીતશાસ્ત્ર 89:14 - 
હે યહોવા, ધન્ય છે આનંદદાયક નાદને જાણનાર લોકોને, તેઓ તમારા મુખના પ્રકાશમાં. 
ગીતશાસ્ત્ર 89:15 - 
હે પૃથ્વીના લોકો, યહોવાની સમક્ષ ગાઓ!  2 આનંદથી યહોવાની સેવા કરો, હર્ષથી સ્તુતિગાન કરતાં; તેમની સમક્ષ આવો. 
ગીતશાસ્ત્ર 100:1, 2 - 
યહોવાની સ્તુતિ કરવી અને આભાર વ્યકત કરવો અને તમારા નામના, પરાત્પર દેવના સ્તોત્ર ગાન કરવા તે સારું છે. 
ગીતશાસ્ત્ર 92:1 - 
હે યહોવા, હું તમારા માટે આ ગીત ગાઇશ. હું તમારી કૃપા અને ન્યાય વિષે ગાઇશ. 
ગીતશાસ્ત્ર 101:1 - 
পયહોવા શાસન કરે છે. હે પૃથ્વી, આનંદિત થાઓ! હે દૂરનાં પ્રદેશો, સુખી થાઓ! 
ગીતશાસ્ત્ર 97:1 - 
હે ન્યાયી લોકો, તમે યહોવામાં આનંદ કરો; અને તેનાં પવિત્ર નામને માન આપો! 
ગીતશાસ્ત્ર 97:12 - 
હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.  2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો! ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે. 
ગીતશાસ્ત્ર 103:1, 2 - 
পયહોવાની સ્તુતિ કરો; તેમની સમક્ષ નવું ગીત ગાઓ; સંતોની સભામાં તેની સ્તુતિ કરો.   તેઓ તેના નામની સ્તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેનાં સ્તોત્ર ગીત ગાઓ.  4 કારણકે યહોવા પોતાના લોકોમાં આનંદ માને છે; અને નમ્રજનોનો ઉદ્ધાર કરે છે.  5 તેમનાં સંતો તેમના ગૌરવથી હરખાય છે; પથારીમાં સૂતા હોય ત્યારે પણ તમે આનંદના ગીતો ગાઓ. 
ગીતશાસ્ત્ર 149:1, 3-5 - 
જે વ્યકિત આભારસ્તુતિનાં અર્પણો અર્પણ કરે છે તે મને માન આપે છે. જે ન્યાયને માગેર્ ચાલે છે તે વ્યકિતનું રક્ષણ કરવાં હું મારંુ તારણ બતાવીશ.”
ગીતશાસ્ત્ર 50:23 - 
લગભગ મધરાતે પાઉલ અને સિલાસ પ્રાર્થના કરતા હતા અને દેવના સ્તોત્ર ગાતાં હતા. બીજા કેદીઓ તેઓને સાંભળતા હતાં. 
પ્રેરિતોનાં ક્રત્યો 16:25 - 
પછી લોકોના આગેવાનો સાથે મંત્રણા કર્યા પછી, તેણે જેઓ યહોવાના માટે ગાય છે અને એની મહાન પવિત્રતાની સ્તુતિ કરે છે તેવાઓને સૌથી આગળ કર્યા અને તેઓ ગાવા લાગ્યા, “યહોવાની સ્તુતિ કરો, કારણ, તેની કરૂણા શાશ્વત છે.”  22 જેવું તેઓએ ગાયન અને સ્તુતિ શરૂ કર્યુ, યહોવાએ આમ્મોનિઓ, મોઆબીઓ અને સેઇર પર્વતના લોકો દ્વારા અચાનક હુમલો કરાવીને તેમને પછાડયા અને તેમનો પરાજય કર્યો. 
2 કાળવ્રત્તાંત 20:21, 22 - 
દરેક સમયે દેવની આભારસ્તુતિ કરો કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં દેવની મરજી એવી છે. 
1 થેસ્સલોનિકીઓને 5:18 - 
તેથી ઈસુ દ્ધારા આપણા અર્પણો દેવને આપવાનું સતત ચાલું રાખવાનું છે. તેનું નામ કબૂલ કરનારા હોઠોના ફળનું અર્પણ એ આપણી સ્તુતિ છે. 
હિબ્રૂઓને પત્ર 13:15 - 
તમારી સ્તુતિથી મારું મુખ ભરપૂર થશે, આખો દિવસ તમારા ગૌરવની ભરપૂર વાતો થશે. 
ગીતશાસ્ત્ર 71:8 - 
પણ હું તમારી નિત્ય આશા રાખીશ; અને દિવસે દિવસે અધિક સ્તુતિ કરીશ. 
ગીતશાસ્ત્ર 71:14 - 
સૂર્યોદયથી તે સૂર્યાસ્ત સુધી યહોવાના નામની સ્તુતિ કરો. 
ગીતશાસ્ત્ર 113:3 - 
ગીતોથી, સ્તોત્રોથી તથા આત્મિક ગાનોથી એકબીજાની સાથે વાતો કરો. તમારાં હૃદયોમાં પ્રભુનાં ગીતો અને ભજનો ગાઓ.  20 હમેશા આપણા દેવ પિતા પ્રત્યે આભારી થાઓ, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે તેનો દરેક વસ્તુ માટે આભાર પ્રદર્શિત કરો. 
એફેસીઓને પત્ર 5:19, 20 - 
પછી રાજ્યાસનમાંથી એક વાણી આવી, તે વાણી એ કહ્યું કે:“બધા લોકો જે તેની સેવા કરે છે, આપણા દેવની સ્તુતિ કરો. તમે બધા લોકો નાના અને મોટા જે તેને માન આપો છો, દેવની સ્તુતિ કરો.” 
પ્રકટીકરણ 19:5